ગુજરાત/ વડોદ ડેમનાં 2 દરવાજા ખોલી લીંબડીનાં ભોગાવા નદીમાં 960 ક્યુસેક પાણી છોડાશે

વઢવાણ તાલુકાનાં વડોદ ગામે આવેલા ડેમમાંથી તા.27 મેનાં રોજ સવારે 10:30 કલાકે ડેમનાં 2 દરવાજા 1 ફૂટ ખોલી 960 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય ડેમ વિભાગનાં અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

વઢવાણ તાલુકાનાં વડોદ ગામે આવેલા ડેમમાંથી તા.27 મેનાં રોજ સવારે 10:30 કલાકે ડેમનાં 2 દરવાજા 1 ફૂટ ખોલી 960 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય ડેમ વિભાગનાં અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. ડેમનું પાણી લીંબડી ભોગાવા-2 નદીમાં છોડવામાં આવશે.

તેલની રેલમ છેલ: ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, તેલથી ભરેલુ ટેન્કર પલટી મારતા લીકેજ, લોકોએ તેલ લેવા કરી પડાપડી

વડોદ ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા બલદાણા, ઉઘલ, લીયાદ, સૌકા, બોડીયા, લીંબડી, ઉંટડી, ચોકી, જાખણ, ચોરણીયા, ખંભલાવ, પાણશીણા, દેવપરા અને કાનપરા સુધીના ગામોના લોકોને નદીમાં અવરજવર નહીં કરવા માટે તાકેદ કરી દેવામાં આવ્યા છે. આ અંગે વડોદ ડેમનાં ડે.ઈજનેર આકાશ પટેલે જણાવ્યું હતું કે, વડોદ ડેમની સિંચાઈ યોજનામાંથી નીચાણવાળા ચેકડેમો ભરવા માટે પાણી છોડવાનું આયોજન છે. સાથોસાથ ડેમનું મરામત પણ કરવાનું હોવાથી ડેમ ખાલી કરવો જરૂરી બની ગયો છે. ઉનાળું સીઝન લેવાઈ ગઈ છે. ચોમાસા આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે સિંચાઈ માટે પાણી છોડવાની વાત કોઈનાં ગળે ઉતરે તેમ નથી. કારણ કે વડોદ ડેમનું પાણી છોડવામાં આવશે તો સૌકા-લીંબડીને જોડતો એકમાત્ર માટીનો કાચો પુલ તૂટી જવાની પુરેપુરી શક્યતા છે. સૌકા-લીંબડી વચ્ચેનો પુલ તૂટશે તો સૌકા, લીયાદ અને લાલીયાદ ગામનાં 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બની જશે તેવો ભય પણ સતાવી રહ્યો છે.

તાઉ-તે વાવાઝોડા: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાવનગરના અસરગ્રસ્તોની મુલાકાત લેશે

ડે.ઈજનેર આકાશ પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, સૌકા-લીંબડી વચ્ચે કાચો પુલ છે તે વાતથી અજાણ છે. કાચા પુલની ઊંચાઈ કેટલી છે? સિમેન્ટના કેટલા ભૂંગળા નાખ્યાં છે? કાચો માટીનો પુલ તૂટવાથી બચાવવા માટે શું કરવું તેના માટે તેમની પાસે કોઈ પ્રકારનું આગોતરું આયોજન નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું. જયારે આ અંગે વડોદ ડેમનાં આસીસ્ટન્ટ ઈજનેર સ્નેહલ પટેલ કહ્યું હતું કે, અમે સૌકાનાં સરપંચનાં સતત સંપર્કમાં રહીશું. કાચા પુલને કોઈ ક્ષતી ન પહોંચે તે રીતે પાણી છોડવાનો પ્રયાસ કરીશું. સૌકા-લીંબડીને જોડતો કાચો પુલ તૂટશે કે કેમ તે તો સાંજ સુધીમાં ખબર પડી જશે. પરંતુ પુલ તૂટશે અને 3 ગામના લોકો લીંબડી સાથેનો સંપર્ક તૂટશે તો તેની જવાબદારી કોની રહેશે?