Patan : પાટણના ચાણસ્મા વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામ પર SMC એ દરોડો પાડી 33 જેટલા જુગરિયાને ઝડપી લીધા હતા. આ મામલામાં આશ્ચર્યજનક રીતે BJPના પાટણ શહેર પ્રમુખ રાજેશ પટેલની સંડોવણી સામે આવી છે. BJP પાર્ટી દ્વારા શહેર પ્રમુખ પર કાયદેસરના પગલા લઈને રાજેશ પટેલને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પગલું પ્રદેશ મોવડી મંડળના આદેશ પર લેવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, પાટણના ચાણસ્મામાંથી SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ) જુગારના અડ્ડા પર દરોડો પાડીને 33 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ચાણસ્માના હાઈવે સર્કલ સ્થિત સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી નવજીવન સ્પોર્ટ્સ ક્લબ પર દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી 33 જુગારીઓની ધરપકડ કરી હતી. આ મામલે પાટણ જિલ્લા પ્રમુખે શહેર પ્રમુખને 6 વર્ષ માટે ભાજપા(BJP) પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લા પ્રમુખએ સત્તાવાર રીતે દશરથજી ઠાકોરે રાજેશ પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. પક્ષ દ્વારા લેવાયેલા નિર્ણયથી રાજકીય માહોલમાં ગરમાવટ આવી છે. સસ્પેન્ડ કરાતા આ મામલો રાજકીય રીતે ચર્ચાસ્પદ થયો છે.
આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં ક્લબના નામે ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો
આ પણ વાંચો: પાટણમાં ગેરકાયદે ડીઝલના વેપલાનો SOG પોલીસે પર્દાફાશ કર્યો
આ પણ વાંચો: પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ
