Patan News/ પાટણના ચાણસ્મામાં ક્લબના નામે ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો

પોલીસે રોકડ સહિત 17 લાખના મુદ્દામાલ સાથે 33 આરોપીને ઝડપ્યા

Top Stories Gujarat Breaking News

Patan News : પાટણના ચાણસ્મામાંથી SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ) જુગારના અડ્ડા પર દરોડો પાડીને 33 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ચાણસ્માના હાઈવે સર્કલ સ્થિત સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી નવજીવન સ્પોર્ટ્સ ક્લબ પર દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી 33 જુગારીઓની ઝરપકડ કરી હતી.

તેમની પાસેથી પોલીસે 85,950 રૂપિયા રોકડા, Gpay મારફતે મેળવેલા રૂ.12,28,237, આઠ વાહનો તથા 37 મોબાઈલ મળીને કુલ રૂ. 17,37,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 8 આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચાણસ્મા પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ બોડી બિલ્ડરનું 19 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:સુરતમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો:ડાકોરના મેળામાં SRP જવાનનું હાર્ટ એટેકથી મોત