Heart Attack Death/ સુરતમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

સુરતના પાંડેસરાના આવીરભાવ સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય હીરાલાલ નામદેવ પાટીલ નામનો યુવાન પરિવાર સાથે સુરતમાં રહેતો હતો. તેમને…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 27T115612.470 સુરતમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

Surat News: રાજ્યમાં હ્રદય રોગ (Heart Attack)ના હુમલાથી લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના કાળ (Corona) બાદ બાળકો (Childrens) થી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને એકાએક નીચે ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને ત્વરિત સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

સુરતના પાંડેસરાના આવીરભાવ સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના 30 વર્ષીય હીરાલાલ નામદેવ પાટીલ નામનો યુવાન પરિવાર સાથે સુરતમાં રહેતો હતો. તેમને પરિવારમાં પત્ની અને પાંચ વર્ષનો એક દીકરો છે. રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા બાદ ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનને હોસ્પિટલ (Hospital) ખસેડાતા જ તબીબોએ (Doctors) મૃત જાહેર કર્યો હતો.

આ મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટ (Rajkot)માં જ 5 વ્યક્તિઓના મોત થયા હતા. આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. તો મયણીનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ અચાનક ઢળી પડતા બેહોશ થઈ ગયા હતા. બાદમાં હોસ્પિટલ લઈ જતા તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તો બાબરીયા લોકોનીમાં રહેતા 51 વર્ષના હંસાબા જાડેજાને હ્રદયરોગનો હુનલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબો (Doctors)એ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.

તો બીજી બાજુ રાજકોટ શહેરમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવાનનું મોત થયું હતું. પોપટપરા ખાતે રહેતા અને કારખાનામાં કામ કરતો યુવક પોતાના ઘરે ઢળી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક યુવકને હોસ્પિટલ (Hospital) લઈ ગયા હતા. જોકે, તબીબો યુવકને બચાવી ના શક્યા. શનિવારે આ યુવકના લગ્ન યોજાવાના હતા.

ગુજરાત (Gujarat)માં હૃદય રોગથી થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ 108એ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી (Emergency) હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન

આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે