પ્રતિબંધ/ લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી

દેશમાં કોરોનાનાં દૈનિક 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. વળી દૈનિક 3 હાજરથી વધુ લોકો આ મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દુનિયામાં આજે ભારતમાં કોરોનાનાં દૈનિકો કેસ સૌથી વધુ સામે આવી રહ્યા છે.

Top Stories World
123 1 લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી

દેશમાં કોરોનાનાં દૈનિક 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. વળી દૈનિક 3 હાજરથી વધુ લોકો આ મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. દુનિયામાં આજે ભારતમાં કોરોનાનાં દૈનિકો કેસ સૌથી વધુ સામે આવી રહ્યા છે. ત્યારે દુનિયાભરનાં ઘણા દેશોએ ભારત યાત્રા પર પ્રતિબંધ મુક્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, હવે અમેરિકાએ પર ભારતમાં કોવિડ રોગચાળાની ગંભીર પરિસ્થિતિને કારણે ભારત પર યાત્રા પ્રતિબંધ જાહેર કર્યો છે.

ચોંકાવનારો કિસ્સો / અમેરિકાના ટેક્સાસમાં માનવ તસ્કરીના ઇરાદાથી ઘરમાં કેદ 91 લોકો મળ્યા, પાંચ કોરોના સંક્રમિત

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી જેન પસાકીએ એક ટૂંકા નિવેદનમાં કહ્યું હતું કે, ભારતમાં નવા કોરોનાવાયરસ સંક્રમણોનો અત્યાધિક આંક અને ઘણા વેરિઅન્ટનાં બદલાયેલા વાયરસનાં કારણે, અમેરિકન રોગ નિયંત્રણ કેન્દ્રની ભલામણ અનુસાર, અમેરિકા સરકાર ભારત પર યાત્રા પ્રતિબંધ લગાવશે. સંબંધિત પગલાં 4 મે નાં રોજ અમલમાં મૂકવામાં આવશે. નિવેદનમાં પ્રતિબંધનો સંબંધિત વિષય રજૂ કરવામાં આવ્યો ન હતો. યુએસ મીડિયાએ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, ભારત પરનાં પ્રતિબંધો અમેરિકી નાગરિકો અને કાયમી રહેવાસીઓને લાગુ પડતા નથી. યુએસ એમ્બેસીએ અમેરિકન નાગરિકોને મુસાફરી પર પ્રતિબંધની માહિતી મેળવવા માટે ભારતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લેવા જણાવ્યું છે. દૂતાવાસે કહ્યું છે કે, ભારતમાં કોવિડનાં નવા કેસો અને મોતની સંખ્યા વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. આ સિવાય અનેક સ્થળોએ કોવિડ તપાસને પણ અસર થઈ છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે જરૂરી તબીબી પુરવઠો, ઓક્સિજન અને બેડ્સની અછત બની ગઈ છે.

શ્વાસ આયાત / જર્મનીએ મોકલ્યા 120 વેન્ટિલેટર, અમેરિકાની ત્રીજી શિપમેન્ટ, જાણો અન્ય કયા દેશોએ લંબાવ્યો મદદનો હાથ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કહ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસોને કારણે ત્યાંની તબીબી સંભાળનાં સંસાધનો ખૂબ મર્યાદિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં, ભારતની બહાર જવા ઈચ્છતા અમેરિકન નાગરિકોએ હાલનાં વ્યાપારી વિકલ્પનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, હાલમાં પેરિસ અને ફ્રેન્કફર્ટ દ્વારા યુ.એસ. સુધીની ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. વળી નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે કહ્યું કે, કોવિડ-19 નાં કારણે ભારતમાં તબીબી સંભાળનાં વિકલ્પો મર્યાદિત થયા છે.

Untitled લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી