સમન્સ/ EDએ જેકલીન ફર્નાન્ડીઝને 8 ડિસેમ્બરે હાજર રહેવા પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ તેને 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

Top Stories Entertainment
JACKLINE EDએ જેકલીન ફર્નાન્ડીઝને 8 ડિસેમ્બરે હાજર રહેવા પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ તેને 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ પહેલા રવિવારે EDએ જેકલીનને મુંબઈ એરપોર્ટ પર વિદેશ જતી ફ્લાઈટમાં બેસતા અટકાવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ તપાસમાં તેમની સંડોવણીની સંભાવનાને કારણે એજન્સીએ અભિનેત્રીને એરપોર્ટ પર રોકી હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે જેકલીન દુબઈ  મસ્કત જઈ રહી હતી અને રોકાયા બાદ તે સાંજે લગભગ 6 વાગ્યે એરપોર્ટથી નીકળી ગઈ હતી.

નોંધનીય છે કે ચંદ્રશેખર અને તેની અભિનેત્રી પત્ની લીના મારિયા પોલ સામે 200 કરોડથી વધુની મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં EDએ અગાઉ જેકલીનની પૂછપરછ કરી હતી. એજન્સીએ શનિવારે સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં ચંદ્રશેખર, તેની પત્ની અને અન્ય છ લોકોનું નામ આપ્યું હતું.

ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્રશેખરે અભિનેત્રીને ઘણી મોંઘી ભેટ આપી હતી. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા કેટલાક પ્રભાવશાળી લોકોને છેતરવાનો પણ આરોપ છે.