Not Set/ સુરત: ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની ઉઠાંતરીનો મામલો

સુરત, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા ભવાની વડ નજીક ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની બેગની ચોરી થતા ભાગદોડ મચી ગઇ હતી. કર્મચારીએ બેગને બાઈક પર મુકીને ચા પી રહ્યાં હતા, તે દરમિયાન બાઈક પર આવેલા ઈસમોએ બેગની ઉઠાંતરી કરી નાસી ગયાં હતાં. સમગ્ર ઘટના પોલીસ મથકમાં પહોંચતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને […]

Top Stories Gujarat Surat
mantavya 358 સુરત: ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની ઉઠાંતરીનો મામલો

સુરત,

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા ભવાની વડ નજીક ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની બેગની ચોરી થતા ભાગદોડ મચી ગઇ હતી. કર્મચારીએ બેગને બાઈક પર મુકીને ચા પી રહ્યાં હતા, તે દરમિયાન બાઈક પર આવેલા ઈસમોએ બેગની ઉઠાંતરી કરી નાસી ગયાં હતાં. સમગ્ર ઘટના પોલીસ મથકમાં પહોંચતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યાં ગણતરીના દિવસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને 20 લાખ રોકડા કબ્જે કર્યા.

mantavya 359 સુરત: ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની ઉઠાંતરીનો મામલો

મળતી માહિતી મુજબ સુરતના મહિધરપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આંગડિયા પેઠી અને ડાયમંડની ઓફિસો આવેલી છે, જ્યાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા અને હીરાની લેવડ દેવડ કરવામાં આતી હોય છે, બે દિવસ પહેલા સુરતના ભવાની વડ નજીક શાક માર્કેટમાં એક કલેકશન બોય અલગ અલગ ઓફિસો કે પેઠી માંથી રૂપિયા ઉધારવીને આંગડિયા પેઠીમાં આપવા માટે જઈ રહ્યો હતો.

જેથી તેને એક બેગમાં રોકડા અંદાજીત 25 લાખ ભરીને નીકળ્યો હતો, ત્યાં શાક માર્કેટ નજીક ફરિયાદી એક ચાની દુકાન પર ચા અને નાસ્તો કરવા માટે ઉભો રહ્યો હતો, તે સમયે રૂપિયા ભરેલી બેગ એક્ટિવાની આગળ મુકતા નાસ્તો કરવા માટે ગયો ત્યાં જ પહેલેથી કોઈ રેકી કરતો ચોર ઈસમ એક્ટિવા પર પડેલી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યો હતો. તે સમયે પોલીસ તપાસ કરી રહી હતી.

mantavya 360 સુરત: ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની ઉઠાંતરીનો મામલો

પોલિસે તપાસ કરતા આ ચોરીમાં કુલ ત્રણ લોકો સંડોવાયેલા છે. જે માંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી જેમાં એક ચોરી કરનાર અને ટીપ આપનારની શોધખોળ ચાલુ છે.

આમતો આ વિસ્તારમાં સાજન સમયે ભારે લોકોની અવર જવર હોય છે, કારણ કે એક બાજુ શાક માર્કેટ અને બીજી બાજુ હીરા પેઠીઓ આવેલી જેથી સાંજના સમયે ભારે ભીડ હોય છતાં પણ આ ઈસમ જાણે ફરિયાદીની પહેલેથી રેકી કરતો હોય તેમ જેમ ફરિયાદી ગાડી મૂકીને ચા નાસ્તો કરવા ગયોને ત્યાં રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ભાગી છૂટ્યો.

mantavya 361 સુરત: ડેઈલી ક્લેકશનના કર્મચારીના 25 લાખની ઉઠાંતરીનો મામલો

બાદમાં ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી આજુ બાજુ લાગેલા સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરતા જાણવા મળ્યું હતું કે એક બ્લ્યુ કલરનું ટીશર્ટ પહેરીને આવેલ ઈસમ આ બેગની ચોરી કરી ભાગી છૂટ્યો હતો.

જેના આધારે મહિધરપુરા પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ હતી. ત્યાં મહિધરપુરા પોલીસને માહિતી મળી કે આ આરોપી રાજસ્થાન ભાગી છૂટ્યો છે, તેના આધારે પોલીસે એક ટિમ રાજસ્થાન પહોંચી હતી અને એક આરોપી જે પોલીસની પકડમાં ઉભેલા આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી પોલીસે ચોરીના લાખો રૂપોય માંથી 20,લાખ કબ્જે કર્યા હતા.