Not Set/ જીવન મરણનો જંગ ખેલી રહેલ જેકોબ માર્ટિનની પડખે સૌરવ ગાંગુલી..કહ્યું : હુ તમારી સાથે જ છું..

વડોદરા, ભારતની ટીમના પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનું સ્વાસ્થ ગંભીર થઇ ગયું છે.વડોદરા તરફથી અનેક રણજી ટ્રોફી રમેલા જેકોબ માર્ટિન 28મી ડિસેમ્બરથી બરોડોની હોસ્પિટલમાં એડમિટ છે તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.જેકોબ માર્ટિનના પરિવારને તેમની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે તેમની પત્નીએ દેશના ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ સમક્ષ દયાની ભીખ માંગવી પડી છે. જેકોબની પત્નિ […]

Top Stories Gujarat
jh 6 જીવન મરણનો જંગ ખેલી રહેલ જેકોબ માર્ટિનની પડખે સૌરવ ગાંગુલી..કહ્યું : હુ તમારી સાથે જ છું..

વડોદરા,

ભારતની ટીમના પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનું સ્વાસ્થ ગંભીર થઇ ગયું છે.વડોદરા તરફથી અનેક રણજી ટ્રોફી રમેલા જેકોબ માર્ટિન 28મી ડિસેમ્બરથી બરોડોની હોસ્પિટલમાં એડમિટ છે તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.જેકોબ માર્ટિનના પરિવારને તેમની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે તેમની પત્નીએ દેશના ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ સમક્ષ દયાની ભીખ માંગવી પડી છે.

જેકોબની પત્નિ ખ્યાતિની અપીલ બાદ બીસીસીઆઈ તરફથી રૂ. પાંચ લાખ અને વડોદરા ક્રિકેટ ઓસોસિએશન તરફથી રૂ. ત્રણ લાખની સહાય આપવામાં આવી છે. પૂર્વ ક્રિકેટરની મદદ માટે હવે સૌરવ ગાંગુલી સામે આવ્યો છે.

મીડીયા સાથે વાત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે માર્ટિન અને હું બંને સાથે ક્રિકટ રમ્યા છીએ. તે ખૂબ સરળ અને અંતર્મુખી વ્યક્તિ છે. હું તેમની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના કરું છું, સાથે જ તેમના પરિવારને કહેવા માંગીશ કે આ મુશ્કેલી ઘડીમાં તેઓ એકલા નથી, હું તેમના પડખે ઉભો છું.

46 વર્ષના જેકોબ માર્ટિનને બે દીકરીઓ છે.

પાછલી 28મી ડિસેમ્બરે જેકોબ માર્ટિન બરોડામાં પોતાના બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે તેમને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જે બાદ તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ફેફસા અને લિવરમાં ઈજા પહોંચી છે. ડોક્ટર્સને જણાવ્યા મુજબ તેમને હોસ્પિટલમાં સારવાર આપવાનો રોજનો ખર્ચ70,000 રૂપિયા છે અને તેમની ગંભીર સ્થિતિને જોતા હજુ 2-4 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવા પડશે.

જેકોબ માર્ટિને સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ 1999માં પ્રથમ મેચ રમી હતી. માર્ટિન ભારત તરફથી 10 વન-ડે મેચ રમ્યા હતા. જેકોબ માર્ટિન પાંચ મેચ સૌરવ ગાંગુલી અને પાંચ મેચ સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ રમ્યા હતા.

વડોદરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું કે, જ્યારે મને એક્સિડન્‍ટ વિશે ખબર પડી હું જેકબના પરિવારને શક્ય એ મદદ કરવાનો પ્રયાસ કર્યો. મેં કેટલાક લોકો સાથે વાતચીત કરી, જેમાં વડોદરાના મહારાજ સમરજીતસિંહ ગાયકવાડે 1 લાખ રૂપિયા ડોનેટ કર્યા. આ ઉપરાંત 5 લાખ રૂપિયા બીજા એકત્ર કર્યા હતા.

જેકોબ માર્ટિનને વડોદરાની જે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે તેનું બિલ 11 લાખ સુધી પહોંચી ગયું છે.જેકોબ માર્ટિનના હોસ્પિટલના બિલ અંગે વડોદરાના ક્રિકેટર ભાઇઓ  ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણને પણ આ અંગે વાત કરવામાં આવી છે,એ સિવાય વડોદરા તરફથી રમી ચુકેલા ભારતના પુર્વ ઝડપી બોલર ઝહીર ખાન પઠાણને પણ અપીલ કરવામાં આવી છે.