અબ્રાહમ લિંક દ્વારા લોકશાહીની સરળ વ્યાખ્યા કરતાં કહેવાયું હતું કે, લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર એટલે લોકશાહી. ગરીબ, તવંગર, ભણેલા, અભણ વગેરે જેવા ભેદભાવ વગર દરેક પુખ્ત નાગરિકને લોકશાહીમાં શાસન ચલાવવાનો કે તેમાં હિસ્સેદાર થવાનો અને સરકારને ચૂંટવાનો અધિકાર મતદાન તરીકે પ્રાપ્ત થાય છે. લોકશાહીની આ જ સાચી લાક્ષણિકતા છે. જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, આપણે ગમે તેવું રાજ્યતંત્ર રચીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણું એક નાગરીક તરીકેનું કર્તવ્યપાલન અને મૂલ્યાંકન સમજી તેનો નિર્ભિક રીતે ઉપયોગ નહીં કરીએ, ત્યાં સુધી સાચુ સ્વરાજ અશક્ય છે. આથી જ લોકશાહીમાં નાગરીકોનો મત એટલે કે મંતવ્ય અતિ મહત્વપૂર્ણ છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મંત્રને મૂળમંત્ર બનાવી છેલ્લા બે વિધાનસભા સત્ર થી કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા એક વિશેષ પ્રયોગ યોજવામાં આવે છે. કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો દ્વારા આવનારા દિવસોમાં શરુ થવા જઇ રહેલ બજેટ સત્ર પૂર્વે પણ આ પ્રયોજન અમલિ કરવામાં આવ્યું છે. લોકશાહીનાં મૂળમંત્ર મુજબ કોંગ્રેસનાં ધારાસભ્યો દર વખતે વિધાનસભા સત્ર પૂર્વે લોકોને પોતાનાં પ્રશ્નો સોશિયલ મિડીયા મારફતે પોતાને મોકલવા અપીલ કરે છે.
લોકોને સ્પર્શતા પ્રશ્નો સીધા જ લોકો પાસેથી મંગાવવાથી જન અપેક્ષા જાણી અને વિધાનસભા સત્ર દરમિયાન જ તેનું નિરાકરણ લાવવા માટે કરવામાં આવતા આ પ્રયોજનને લઇને કોંગ્રેસનાં MLA હાલ સોશિયલ મિડીયા પર એક્ટીવ જોવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી કોંગ્રેસનાં MLA દ્વારા લોકોનાં પ્રશ્નો મંગાવવાની શરુઆત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસનાં તમામ નેતા અને ખાસ કરીને કોંગ્રેસનાં MLA દ્વારા લોક પ્રશ્ન મંગાવવા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટ ફોર્મ અને પોતાનાં મોબાઇલ નંબર સાથેનાં બેનરો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી લોકો પોતાના પ્રશ્ન સીધા જ કોઇ બમ્પર વિના પોતાનાં MLAને મોકલાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.