Not Set/ દિલ્હી ચૂંટણી/ 6 કલાકની રાહ બાદ આખરે કેજરીવાલે ભર્યુ ઉમેદવારી પત્રક

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ માટે તેણે લગભગ છ કલાક રાહ જોવી પડી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ટ્વીટ કર્યું હતું કે, અરવિંદ કેજરીવાલ છ કલાકથી નોમિનેશનની રાહમાં છે. તમે કોઈ અન્ય મુખ્યમંત્રી સાથે આવુંં થતું જોયું છે? કેજરીવાલની ફોર્મ ભરવાની રાહ જોવાનાં સમય […]

Top Stories India

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ માટે તેણે લગભગ છ કલાક રાહ જોવી પડી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ટ્વીટ કર્યું હતું કે, અરવિંદ કેજરીવાલ છ કલાકથી નોમિનેશનની રાહમાં છે. તમે કોઈ અન્ય મુખ્યમંત્રી સાથે આવુંં થતું જોયું છે?

કેજરીવાલની ફોર્મ ભરવાની રાહ જોવાનાં સમય દરમિયાન, સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 35 ઉમેદવારો ચૂંટણી કચેરીમાં નામાંકનના અધૂરા દસ્તાવેજો સાથે બેઠા છે. ઘણા લોકો પાસે 10 પ્રપોઝર્સના નામ પણ નથી. ભારદ્વાજે કરેલા આ ટ્વિટના જવાબમાં કેજરીવાલે કહ્યું – વાંધો નહીં, ઘણા લોકો પહેલી વાર નોમિનેશન ફાઇલ કરી રહ્યા છે, પછી ભૂલો થશે, આપણે પણ પહેલી વાર ભૂલ કરી હતી. આપણે તેમને શીખવવું જોઈએ. હું તેમની સાથે રાહ જોવામાં આનંદ અનુભવું છું, આ લોકો મારા પરિવારનો ભાગ છે. 

ઉમેદવારી પત્ર ભરતા પહેલા મુખ્ય પ્રધાન કેજરીવાલે મંગળવારે કહ્યું હતું કે તેમની આગામી પાંચ વર્ષની યાત્રા હવેથી શરૂ થશે અને તેમનો ઉદ્દેશ ભ્રષ્ટાચારને હરાવીને દિલ્હીને આગળ લઈ જવાનો છે. તેમણે ટવીટ પણ કર્યું હતું કે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે લાઈનમાં ઉભો છું.

કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘હું મારા ઉમેદવારી પત્ર ભરવાની રાહ જોઈ રહ્યો છું. મારો ટોકન નંબર 45 છે. અહીં ઉમેદવારી નોંધાવવા માટે ઘણા લોકો છે. મને ખુશી છે કે ઘણા લોકો લોકશાહીમાં ભાગ લઈ રહ્યા છે. ‘ આપના નેતા કેજરીવાલ સોમવારે ઉમેદવારી પત્રો ભરવાના હતા, પરંતુ તેઓનાં રોડ શોમાં વિલંબ થતાં તે આમ કરી શક્યા નહીં. ત્યારે મંગળવારે 6 કલાક જેટલી રાહ બાદ અંતે કેજરીવાલ દ્વારા પોતાનું નામાંકન ભરી દેવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.