ઓરિસ્સા,
દેશના કરોડો લોકો માટે લાઈફ લાઈન કહેવાતી ભારતીય રેલ્વે તેઓના મુસાફરો માટે કેટલી સુરક્ષિત છે અને રેલવેના અધિકારીઓ કેટલા સજાગ છે તેને પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. આ હડકંપ મચાવનારી રેલ્વેની ઘટના છે ઓરિસ્સાના ટીટલાગઢ રેલ્વે સ્ટેશન પાસેની છે કે જ્યાં એક ટ્રેન એન્જીન વગર ૧૫ કિમી સુધી દોડતી રહી.
#WATCH Coaches of Ahmedabad-Puri express rolling down towards Kesinga side near Titlagarh because skid-brakes were not applied #Odisha (07.04.18) pic.twitter.com/bS5LEiNuUR
— ANI (@ANI) April 8, 2018
હકીકતમાં, અમદાવાદ અને ઓરિસ્સાના પૂરી વચ્ચે દોડતી અમદાવાદ-પુરી સુપરફાસ્ટ ટ્રેન શનિવાર રાત્રે ૧૦ વાગ્યે ટીટલાગઢ રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી ત્યારે અહી મુસાફરોથી ભરેલી ટ્રેનને એન્જિનથી અલગ કરી બીજી બાજુ જોડવામાં આવી રહ્યું હતું. પરંતુ આ દરમિયાન ટ્રેનના અમુક કોચ કેસિંગા તરફ જતા ટ્રેક પર એન્જિન વગર જ દોડવા માંડ્યા હતા. જો કે ત્યારબાદ રેલવેના કર્મચારીઓ દ્વારા ખુબ પ્રયત્ન પછી ટ્રેનને રોકી હતી અને એન્જિનને તે ટ્રેક પર રવાના કરીને ટ્રેન તેના રૂટીન ટ્રેક પર રવાના થઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી અને સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
કર્મચારીઓઓને કરાયા સસ્પેન્ડ
સંબલપુરના DRMએ જણાવ્યું હતું કે, “જે કર્મચારીઓએ એન્જિનને ટ્રેન સાથે જોડવા માટેના શંટિંગ પ્રોસેસ યોગ્ય રીતે અપનાવ્યો નથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીઆરએમ દ્વારા આ મામલે સીનીયર ઓફિસર લેવલની તપાસના આદેશ આપવામાં આવ્યા છે”.
ઇસ્ટ કોસ્ટના રેલ્વે જનરલ મેનેજરે જણાવ્યું, “રેલ્વેની સુરક્ષાના નિયમોને યોગ્ય રીતે ન અપનાવનારા અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમજુતી થઇ શકતી નથી. કોઈ પણ રેલ્વે કર્મચારીને દોષિત ઠેરવ્યા બાદ તેઓ વિરુધ કાર્યવાહી કરવામાં આવશે”.
આ ઘટનાનું કારણ રેલ્વે કર્મચારીઓ દ્વારા ટ્રેનના કોચને વ્હીલ પર સ્કીડ બ્રેક ન લગાવવાનું હોઈ શકે છે. રેલવેના નિયમો મુજબ, જયારે ટ્રેનથી એન્જિનને હટાવવામાં આવે છે ત્યારે તેને બીજી બાજુથી લગાવવામાં આવે છે. આ દરમિયાન ટ્રેનના કોચને સ્કીડ બ્રેક લગાવીને પોતાની જગ્યા પર રોકી રાખવામાં આવે છે.
આ ધટના બાદ માનવામાં આવી રહ્યું છે કે, કર્મચારીઓએ સ્કીડ બ્રેક લગાવવામાં આવ્યા નથી કે પછી તે યોગ્ય રીતે લગાવવામાં આવ્યા નથી. આ ઘટના પાછળનું કારણ તપાસ બાદ જ સામે આવશે.
