Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં સ્થિતિ બેકાબુ

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસનાં ઝડપથી વધી રહેલા કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનું કારણ છે. લોકડાઉન અવધિ પૂર્ણ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે, આવી સ્થિતિમાં 26 હજારને પાર કરતા કોરોના દર્દીઓની સંખ્યા સરકાર માટે એક મોટી […]

India

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસનાં ઝડપથી વધી રહેલા કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનું કારણ છે. લોકડાઉન અવધિ પૂર્ણ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે, આવી સ્થિતિમાં 26 હજારને પાર કરતા કોરોના દર્દીઓની સંખ્યા સરકાર માટે એક મોટી સમસ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં અહેવાલ મુજબ, દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 26,917 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,975 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 47 લોકોનાં મોત પણ થયા છે. રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 5,913 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે.દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે.

ગુજરાત

ચેપગ્રસ્તનાં કેસોમાં ગુજરાત એક મહિનામાં બીજા નંબર પર પહોંચી ગયું છે. રવિવારે અમદાવાદમાં કોરોનાથી 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહી સરેરાશ, દર અઢી કલાકે એક મૃત્યુ થઇ રહી છે.

મહારાષ્ટ્ર

આરોગ્ય મંત્રાલયે રવિવારે જારી કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 811 નવા દર્દીઓ મળી આવ્યા છે અને છેલ્લા 6 દિવસમાં 71 લોકોનાં મોત થયાં છે. એટલે કે દર બે કલાકે સરેરાશ એક દર્દી મરી રહ્યો છે.

મધ્ય પ્રદેશ

રાજ્યમાં ઇન્દોર અને ભોપાલ રેડ ઝોન બની રહ્યા છે. દેશનાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં શામેલ ઇન્દોરમાં અત્યાર સુધીમાં 57 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

દિલ્હી

કોરોનાનાં કહેર વચ્ચે, દિલ્હીથી રાહતનાં કેટલાક સમાચાર સામે આવ્યા છે, રાજધાનીમાં કોરોનાને પરાજિત કરનારા લડવૈયાઓની સંખ્યા વધી રહી છે. હવે દિલ્હીનો દર ત્રીજો દર્દી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યો છે. માહિતી અનુસાર, કોરોના ચેપથી પીડિત દર્દીઓનાં ઠીક થવાનો દર 33 પર પહોંચી ગયો છે, 18 એપ્રિલથી તેમા વધારો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.