Not Set/ પત્નિને ગમે તેટલો પણ પ્રેમ કરતા પતિને જો આ કામથી રોક્યો તો તે તમારી બનશે મોટી ભૂલ

સામાન્ય રીતે પુરુષો કામથી કામ રાખે છે. કોઈનાં જીવનમાં દખલ કરવી તે પસંદ નથી કરતા અને તેના જીવનમાં કોઇ દખલ કરે તો તે પણ તેનેે પસંદ નથી. પુરુષો પોતાના જીવનમાં આવતી દખલગીરીને પસંદ કરતા નથી. તે રાજકારણ અને ગપસપથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો તમે કોઈ સંબંધમાં છો અથવા તમે લગ્ન કર્યા છે, તો […]

Relationships

સામાન્ય રીતે પુરુષો કામથી કામ રાખે છે. કોઈનાં જીવનમાં દખલ કરવી તે પસંદ નથી કરતા અને તેના જીવનમાં કોઇ દખલ કરે તો તે પણ તેનેે પસંદ નથી. પુરુષો પોતાના જીવનમાં આવતી દખલગીરીને પસંદ કરતા નથી. તે રાજકારણ અને ગપસપથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો તમે કોઈ સંબંધમાં છો અથવા તમે લગ્ન કર્યા છે, તો તમારે જાણવું જોઈએ કે એવા સંજોગોમાં તમારી કઇ ટેવ તમારા જીવનસાથીને ગુસ્સે કરી શકે છે.

તમે એ પણ જોયું હશે કે ઘણા પુરુષો પોતાની પત્ની અને માતાની બધી બાબતોને સ્વીકારે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેઓ કોઈની વાત સાંભળતા નથી અને તેમનું વર્તન તરત જ બદલાઈ જાય છે. આજે આપણે જાણીએ કે કઇ બાબતો છે જેના પર પુરુષોને કોઈ પણ પ્રકારની રોકટોક પસંદ નથી.

લુક્સ

પુરુષો જાતે પોતાની સંભાળ કેવી રીતે રાખવી તે જાણે છે. તેઓ જીવનસાથી દ્વારા સંભાળ લેવાની અનુભૂતિ કરે છે, પરંતુ જ્યારે તે શેવિંગ કરવી, નેઇલ કટ કરવા, વાળ કાપવા વગેરેમાં વિક્ષેપિત થવાનું શરૂ કરે છે, ત્યારે તે ગુસ્સે થઇ જાય છે.

ડ્રાઇવિંગ

પુરુષોને તેમની ડ્રાઇવિંગ કુશળતામાં બહુ વિશ્વાસ છે. તેઓ સરળતાથી ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે. આવી પરિસ્થિતિમાં, જ્યારે તેનો સાથી તેને ટ્રાફિકનાં નિયમો કહેવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેનો મૂડ બગડે છે.

કૌટુંબિક મિત્ર

ભારતીય સમાજમાં પુરુષોને ઘરનાં વડા તરીકે ગણવામાં આવે છે. શરૂઆતથી, તેઓ પરિવારને અગ્રતા પર રાખીને કોઈપણ નિર્ણય લે છે. આવી સ્થિતિમાં કોઈ પણ માણસ તેના પરિવાર વિશે નકારાત્મક વાતો સાંભળવાનું પસંદ નથી કરતો. તેનુ  દિમાગ ત્યારે ખરાબ થઇ જાય છે જ્યારે તેની પત્નિ તેના પરિવારનાં કોઇ સભ્ય વિશે ખરાબ બોલવાનું શરૂ કરે છે. પોતાના મિત્રો વિશે પત્નિ કોઇ ખરાબ શબ્દો બોલે તો તેનાથી પણ પતિ ગુસ્સે થઇ જાય છે. ઘણા છોકરાઓ તેમના સંબંધોને એ કારણથી જ છોડી દે છે કારણ કે તેમના પાર્ટનરને તેમના કોઈ નજીકનાં મિત્રો પસંદ નથી.

કપડાં

પુરુષોને કપડાંના રંગ અથવા શૈલીથી વધારે ફરક પડતાો નથી. જે કપડાં તેઓને આરામદાયક લાગે છે, તે જ પુનરાવર્તિત કરતા રહે છે અને પહેરે છે. આવી સ્થિતિમાં પુરુષોને તેમની ગર્લફ્રેન્ડ અથવા પત્ની તેમને કેટલાક ફેરફાર કરવાનું કહે છે ત્યારે તે ચીડિયા થઈ જાય છે.

ક્રિકેટ મેચ

ઘણા પુરુષો ક્રિકેટને લઇને ઘણો ક્રેસ ધરાવતા હોય છે. ત્યારે ખાસ કરીને મેચ દેખતા સમયે પુરુષો ઇચ્છે છે કે તેઓને કોઈપણ રીતે હેરાન ન કરે, આવી સ્થિતિમાં જ્યારે માતા અથવા પત્ની સાસ-વહુની સીરીયલ જોવાની જીદ કરે છે અથવા કોઈ કામ કરવા દબાણ કરે છે, ત્યારે તેમનો પારો વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.