Lifestyle: આજના સમયમાં ફોન વિના ચાલે એમ જ નથી! નાના (Minors) અને મોટા સૌના હાથમાં મોબાઇલ ફોન (Mobile Phone) જોવા મળે છે અને જો સ્માર્ટફોન છે તો એમાં સોશિયલ મીડિયા અવશ્ય હશે જ! અવાર નવાર સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાવનાઓ અને અંગત માહિતી શૅર કરતા જોવા મળે છે. જો વયસ્ક વ્યક્તિઓ (Adults) પોતાના જાહેર તથા અંગત જીવનની લક્ષ્મણરેખા જાળવવામાં ચૂકી જાય તો પછી હજુ તો બાળપણની ઢીંગલા-ઢીંગલીની રમતો રમતા-રમતા કિશોરાવસ્થામાં અને પછી કુમાર અવસ્થામાં પ્રવેશતા સગીર કે સગીરા (Minors)ને તો ક્યાંથી સમજ પડે? આ અંગે જોઇશું એક્સપર્ટની સોશિયલ મીડિયા સેફ્ટી ટિપ્સ (Social Media Safety Tips)…
દુનિયાના અનુભવોથી લગભગ અજાણ એવા આ સગીર કુમાર અને કન્યાઓ (Teen Agers, Minors) માટે આ મુગ્ધાવસ્થામાં જાણે કે પાંખો ફૂટે છે! એમની આ ઉડાનને વેગ આપે છે સોશિયલ મીડિયા! આ એક એવું માધ્યમ છે કે જે નવા વિચારો, જ્ઞાન અને શિક્ષણ (Knowledge, Education) તો પ્રદાન કરે છે અને એ ઉપરાંત સામાજીક સંબંધો (Social Relationship)નો ઓટલો પણ ગણાય છે!

13 થી 17 વર્ષની પુત્રીઓનું પેરન્ટ્સ અવશ્ય ધ્યાન રાખે
13 થી 17 વર્ષની દીકરીઓ (Minors)ને બધું જાતે જ સમજ પડી જશે એવી અપેક્ષા ક્યારેય ન રાખવી. જો તમારી પણ ટીન એજ પુત્રી (Teen Age Daughter) હોય તો એની સાથે અહિં દર્શાવેલી ટિપ્સ પ્રેમપૂર્વક અવશ્ય શૅર કરવી. ઇન્સ્ટાગ્રામ પર એક પેરન્ટિંગ એક્સપર્ટ દ્વારા અમુક મહત્વપૂર્ણ ટિપ્સ શૅર કરવામાં આવી છે જેમાં કાચી વયની સગીર દીકરીઓએ શી રીતે સોશિયલ મીડિયા સેફ્ટી જાળવવી એની અમુક વાતો જણાવવામાં આવી છે.
સગીરા (Minors) પુત્રીઓ માટે સોશિયલ મીડિયા સેફ્ટી ટિપ્સ
ટીન એજમાં પ્રવેશતી પુત્રીઓ (Minors)ને દરેક માતા-પિતા (Parents) અને વાલીઓએ એક્સપર્ટની આટલી ટિપ્સ જરુર શૅર કરવી જેથી એમનું કોઇ ઓનલાઇન કે ઓફલાઇન ક્રાઇમથી રક્ષણ થઇ શકે!
1. ફોલોઅર્સ રિયલ ફ્રેન્ડ નથી
મુગ્ધાવસ્થાને માણી રહેલી દિકરીઓને ઘણી વાર એવું જ લાગે છે કે, સોશિયલ મીડિયાના ફોલોઅર્સ જ એના વાસ્તવિક મિત્રો છે! ભાવનાત્મક અને હોર્મોનલ બદલાવોમાંથી પસાર થઇ રહેલી પુત્રીઓ (Minors)ને આમ લાગે એ સ્વાભાવિક છે. એ લોકો ઘણી વાર પોતાના પરિવાર અને પોતાની અંગત વાતોને આ ફોલોઅર્સ સાથે વિશ્વાસ મૂકીને શૅર કરી બેસે છે! પણ સોશિયલ મીડિયા પર સંકળાયેલી બધી જ વ્યક્તિઓ એની દોસ્ત છે એવું માની બેસતી આ ટીન એજ પુત્રીને એટલી સમજણ આપવી જરુરી બને છે કે, સોશિયલ મીડિયાના એના ફોલોઅર્સ (Followers) એના અસલી મિત્રો નથી કે જેના પર એ આંખો બંધ કરીને ભરોસો કરે! રિયલ ફ્રેન્ડસ (Real Friends) અને સોશિયલ મીડિયા ફ્રેન્ડ ની પાતળી ભેદરેખા એને સમજાવવી જરુરી છે.

2. પ્રાઇવેટ ફોટા શૅર ન કરવા
પોતાના પ્રાઇવેટ ફોટા (Private Photos) ક્યારેય પણ કોઈ સાથે શૅર કરવા ન જોઇએ. આ ફોટા દ્વારા દિકરી બ્લેકમેઇલ (Blackmail) થઇ શકે છે! એના સોશિયલ મીડિયા કોન્ટેક્ટની કોઇ વ્યક્તિ આ ફોટા સેવ કરીને અથવા સ્ક્રીનશોટ (Screenshot) લઇને પોતાની પાસે રાખી શકે છે અને એનો દુરુપયોગ (Misuse) કરી શકે છે!
3. લાઇવ લોકેશન ક્યારેય શૅર ન કરવું
પુત્રીને એ વાત અવશ્ય જણાવવી કે એમણે કોઇ પણ પરિસ્થિતિમાં પોતાની લાઇવ લોકેશન (Live Location) ક્યારેય કોઇ સાથે શૅર ન કરવી જોઇએ. એનાથી એ ક્યાં છે એની સામેની વ્યક્તિને જાણ થઈ શકે છે અને કદીક એના માટે મુશ્કેલી સર્જાઇ શકે છે!
4. દુ:ખની ભાવનાઓને ક્યારેય ઓનલાઇન જાહેર ન કરવી
દરેક માતા-પિતાએ એ બાબત પોતાની પુત્રીને સમજાવવી જરુરી છે કે પોતે ઉદાસ હોય કે દુ:ખી હોય ત્યારે એ બાબતને કદી ઓનલાઇન પોસ્ટ (Online Post) ન કરે કારણ કે અમુક વ્યક્તિઓ એની કમજોર માનસિક અવસ્થાનો ફાયદો ઉઠાવી શકે છે!
5. પોતાના જીવનની દરેક સમસ્યા શૅર ન કરવી
તમારે તમારી માસુમ પુત્રી સાથે સંવાદ સાધીને એને કહેવું જોઇએ કે, પોતાના જીવનની દરેક ડિટેલ બાબતને દરેક વ્યક્તિ સાથે શૅર (Share) કરવી યોગ્ય નથી. ઓવરથિંકિંગની જેમ જ ઓવરશૅરિંગ પણ ઉચિત નથી હોતું!

પેરન્ટ્સ કે વાલીઓ આટલું ધ્યાન રાખો
એક્સપર્ટે પેરન્ટ્સ કે વાલીઓએ પણ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ ટિપ્સ આપી છે.
1. જો પુત્રી કુમળી વયની હોય તો એને સોશિયલ મીડિયા સેફ્ટી વિશે સલાહો આપવાની જરુર નથી બલ્કે એનો સોશિયલ મીડિયા એકાઉન્ટ સમયાંતરે ચૅક કરતા રહેવું અને માહિતગાર રહેવું કે શું ચાલી રહ્યું છે.
2. જો પુત્રી થોડી સમજદાર અવસ્થામાં હોય તો એને એની પ્રાઇવસી (Privacy) આપવી અને વારંવાર ફોન ચૅક ન કરવો.
3. દીકરીઓ (Minors)ને એટલું અવશ્ય કહેવું કે કોઈ પણ પોસ્ટ કરતા અગાઉ સારી રીતે વિચારી લેવું. સમજ્યા-વિચાર્યા વિના કૂલ (Cool) દેખાવા માટે કંઇ પણ ધડાધડ શેર ન કરવું.
4. અજાણ્યા લોકો (Strangers)થી બચીને રહેવું અને સાહસ કે એક્સાઇટમેન્ટના ચક્કરોમાં પડીને જેને જાણતી સુદ્ધાં ન હોય એવી કોઇ વ્યક્તિ સાથે વાત ન કર્યા કરવી!
5. સગીર પુત્રીઓ (Minors)ને સમાચાર માધ્યમોમાં સોશિયલ મીડિયા ક્રાઇમ (Social Media Crime) વિશે વાત-વાતમાં માહિતી આપવી અને એને આ માધ્યમના દુરુપયોગના ભયસ્થાનો વિશે સાવધાન કરવી એ પેરન્ટ્સ અને વાલીઓની ફરજ છે.
આ પણ વાંચો: માતા-પિતા પાસે કયા ત્રણ સૌથી મહત્વપૂર્ણ ગુણ હોવા જોઇએ, શું છે સારા પેરન્ટ્સની કવૉલિટી!
આ પણ વાંચો: વર્કિંગ પેરન્ટ્સનો બાળકો સાથેનો સંબંધ શી રીતે સુધરશે, જાણીએ લાઇફ કૉચની ટિપ્સ
આ પણ વાંચો: બાળકોને સ્માર્ટફોનની લતથી આ રીતે આપવો છુટકારો
