Entertainment News: બોલિવૂડની અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને તેના પતિ રાજકીય નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chaddha)ના ઘરે પારણું બંધાયું છે. પરિણીતીએ 19મી ઑક્ટોબરે, રવિવારના રોજ એક પુત્ર ને જન્મ (Baby Boy Born) આપ્યો છે, અને સોશિયલ મીડિયા દ્વારા પોતે માતા બન્યાની ખુશખબરી સ્વયં તેના ફેન્સ સાથે શૅર કરી છે.
સંયુક્ત રીતે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ દ્વારા બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) પરિણીતી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ આ ખુશખબરને જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો. પોસ્ટમાં લખ્યું છે, ‘તે આખરે અહીં છે, અમારો બેબી બોય અને અમારા હૃદય ખુશીથી છલકાઈ રહ્યા છે. અમે એકબીજા સાથે હતા, હવે અમારી પાસે બધું જ છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પરિણયના બંધનમાં બંધાયા હતા. રાજસ્થાનના ઉદયપુર (Udaypur)માં એક ભવ્ય સમારોહમાં તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ તરત જ, પરિણીતીની પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા હતા. આ નવા યુગલ દ્વારા પુત્ર જન્મના સમાચાર શૅર થયા બાદ, બોલિવૂડ જગત અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો તેમજ ચાહકો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે!
આ પણ વાંચો: Entertainment News/ રજનીકાંતે કામમાંથી “આધ્યાત્મિક” વિરામ લીધો અને ઋષિકેશ ગયા, જ્યાં તેણે સામાન્ય માણસની જેમ રસ્તા પર….
આ પણ વાંચો: Entertainment News/ રાવણ દહન કાર્યક્રમમાં રામચરણનો પ્રભાવશાળી સંદેશ: “હું રામના ચરણોમાં રહું છું”…..
આ પણ વાંચો: Entertainment News/ કરવા ચોથ પર પ્રિયંકા ચોપરાએ મહેંદી રચાવી, હાથમાં ફ્લૉન્ટ કર્યું પતિ નિક નું અસલી નામ..!

