Ajab Gajab News: Pets Memorial Diamond Trend China: ચીનમાં પાલતુ જાનવરોના વાળ અને રાખમાંથી લેબમાં મેમોરિયલ ડાયમંડ (Memorial Diamond) બનાવવાનો ટ્રેન્ડ ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે! ઘણા લોકો આને પોતાના મૃત પેટ્સ (Pets) ની યાદોને સાચવી રાખવાનો ભાવનાત્મક માર્ગ માની રહ્યા છે.
જરા વિચારો…તમારા જે પ્રિય કૂતરા કે બિલાડી (Pet Dog or Pet Cat)ની સાથે તમે તમારા અનેક વર્ષો વિતાવ્યા હોય એની આખરી નિશાની તમારી આંગળીમાં હીરાની જેમ ચમકતી રહે તો કેવું? સાંભળવામાં થોડુંક અજીબ લાગે છે અને ફિલ્મી પણ! પરંતુ ચીનમાં આ એક મોટો અને ઝડપથી વધી રહેલો વ્યવસાય બની ચૂક્યો છે. ત્યાં લોકો પોતાના પાલતુ પ્રાણીઓના વાળ અને રાખમાંથી લૅબમાં હીરા બનાવડાવી રહ્યાં છે અને અમુક કિસ્સાઓમાં તો એ બનાવડાવવાની કિંમત 13 થી 15 લાખ સુધી પહોંચી રહી છે! જો કે જેમ-જેમ આ ટ્રેન્ડની ચમક વધી રહી છે એમ-એમ એની પાછળની હકીકત અને વિશ્વાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે! તો જાણીએ આ આખોય કિસ્સો શું છે?

શી રીતે શરુ થયો આ ટ્રેન્ડ?
આ સમગ્ર મામલાના કેન્દ્રમાં ચીનના જીલિન પ્રાંત (Jilin province of China)ની રહેવાસી ચેન શિંગની કહાણી છે. વર્ષ 2020માં જ્યારે એનું પાલતુ ટોય પૂડલ ‘બાઓબાઓ’ એની ઉંમરના આખરી પડાવ તરફ આગળ વધી રહ્યું હતુ ત્યારે એણે એના વાળમાંથઈ હીરાની વીંટી (Diamond Ring) બનાવડાવવાનો નિર્ણય લીધો હતો અને એ માટે એણે 8,950 યુઆન (Yuan) અર્થાત્ આશરે 1.2 લાખથી 1.25 લાખ રુપિયા ખર્ચ્યા હતા! ફેબ્રુઆરી 2021માં એને 18 કેરેટ સોનાની વીંટીમાં એને એના પાલતુ પ્રાણીના વાળમાંથી બનાવેલો જડાઉ હીરો મળી ગયો અને એણે એના પેટ ‘બાઓબાઓ’ની અંતિમ વિદાય બાદ એ વિંટી રોજ પહેરવાનું શરુ કર્યુ. એના કહેવા અનુસાર, આ વીંટી પહેરીને એને લાગે છે કે એનો પ્રિય સાથી પૅટ આજે પણ એની સાથે છે!
સોશિયલ મીડિયા (Social Media) પર એવા કેટલાય લોકો છે જેમનું કહેવું છે કે આ એમના માટે ફક્ત એક આભૂષણ (Ornament) નથી પરંતુ સાથે જીવવા અને ઘરડા થવાનો એક અહેસાસ છે.

આખરે વાળ અને રાખથી હીરો કેવી રીતે બને છે? (Pets Memorial Diamond Trend China)
ચીનમાં આ એક મોટો અને ઝડપથી વધી રહેલો વ્યવસાય બની ચૂક્યો છે. ત્યાં લોકો પોતાના પાલતુ પ્રાણીઓના વાળ અને રાખમાંથી લૅબમાં હીરા બનાવડાવી રહ્યાં છે અને અમુક કિસ્સાઓમાં તો એ બનાવડાવવાની કિંમત 13 થી 15 લાખ સુધી પહોંચી રહી છે! જો કે જેમ-જેમ આ ટ્રેન્ડની ચમક વધી રહી છે એમ-એમ એની પાછળની હકીકત અને વિશ્વાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે!
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો હીરો મૂળ રુપે કાર્બનનું જ એક સ્વરુપ છે. કંપનીઓ એવો દાવો કરે છે કે પાલતુ જાનવરના વાળ અથવા રાખ (Hair and Ashes of Pet Animals)માંથી કાર્બન કાઢીને એને લૅબમાં હીરામાં પરિવર્તિત કરાય છે. સૌપ્રથમ આ વાળ અથવા રાખને સાફ કરીને સૂકવવામાં આવે છે અને બારીક પ્રોસેસિંગ કરવામાં આવે છે. આ કાર્બન (Carbon)ને અત્યાધિક દબાણ અને તાપમાનની વચ્ચે રાખવામાં આવે છે જેથી ધીમે-ધીમે એનામાંથી ક્રિસ્ટલ તૈયાર થાય છે.
કેટલીક કંપનીઓ તો 100 ટકા પાલતુ પ્રાણીના કાર્બનમાંથી જ હીરો બનાવવાનો દાવો કરે છે જ્યારે કેટલીક જગ્યાએ એને સામાન્ય લૅબ ગ્રોન હીરા (Lab Grown Diamond)ની પ્રક્રિયા સાથે પણ જોડવામાં આવે છે. ચીનમાં ઓછામાં ઓછા 20 પ્રકારથી પણ વધુ બ્રાન્ડ્સ આ પ્રકારના મેમોરિયલ ડાયમન્ડ સર્વિસ પ્રોવાઇડ કરી રહી છે. આ ટ્રેન્ડ ઘણો જ ફૂલ્યો ફાલ્યો છે! ગયા વર્ષે ચીનના શહેરી વિસ્તારોમાં કૂતરા અને બિલાડી (Dog and Cat)ની સંખ્યા લગભગ 12.6 કરોડ જેટલી થઈ જવા પામી હતી અને પાલતુ જાનવરોનો આ વ્યવસાય 312.6 અબજ યુઆન એટલે કે લગભગ 47 અબજ ડોલરને વટાવી ગયો છે!
જ્યારે પેટ્સ પરિવારનો ભાગ બની જાય ત્યારે એમની વિદાય અને યાદોને સાચવી રાખવાનું બજાર પણ હવે એટલું જ વિશાળ બનતું જાય છે. આ કિસ્સો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને લોકો એના વિશે ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
