Jamnagar News/ ધ્રોલ પોલીસનો દારૂ માફિયાઓ પર સપાટો! 72 હજાર બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ, ₹82 લાખનો મુદ્દામાલ જપ્ત

Jamnagar Liquor Seizure: જામનગરના ધ્રોલમાં સોયલ ટોલનાકા પાસેથી પોલીસે 72 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ₹82.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપીઓ વોન્ટેડ છે.

Top Stories Gujarat Others
Jamnagar Liquor Seizure: ધ્રોલમાં 72 હજાર બોટલ દારૂ ઝડપાયો, ₹82 લાખની મોટી પોલીસ કાર્યવાહી

Jamnagar News: જામનગર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસને મોટી સફળતા મળી (Jamnagar Liquor Seizure) છે. ધ્રોલ પોલીસે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી વિદેશી દારૂની 1,500 પેટી ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાંથી અંદાજે 72 હજાર નાની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સામગ્રી સહિત કુલ ₹82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.

Jamnagar Liquor Seizure: ચોક્કસ બાતમી મળતાં સોયલ ટોલનાકા પર વોચ ગોઠવી

રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાય તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રાજકોટ તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો જામનગર તરફ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે ધ્રોલ પોલીસ (Dhrhol Police) સ્ટેશનના PI પી.એન. ખાચર અને તેમની ટીમે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 1,500 પેટીઓ મળી આવી હતી. જેમાં અંદાજે 72 હજાર નાની બોટલો (72000 Liquor Bottles) હતી.

ટ્રકચાલકની ધરપકડ, ત્રણ આરોપીઓ વોન્ટેડ

પોલીસે ટ્રકચાલક ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (ઉંમર 23, રહે. બાવળવાવ ગામ, પોરબંદર)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના આલા ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. જ્યારે રાજસ્થાનના ભીલવાડાના રાજુ મારવાડીએ આ જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ ત્રણેયને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ કરવા તપાસ તેજ કરી છે.

₹82.05 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રોલ પોલીસની કાર્યવાહીમાં કુલ ₹82,05,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમાં વિદેશી દારૂની 1,500 પેટીઓની કિંમત ₹72 લાખ, ટાટા કંપનીની ટ્રકની કિંમત ₹10 લાખ અને અન્ય સામગ્રીનો સમાવેશ (Gujarat Crime News) થાય છે.

ધ્રોલ પોલીસની ટીમે પાર પાડી કાર્યવાહી

આ સમગ્ર ઓપરેશન PI પી.એન. ખાચરના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેશ કે. મકવાણા, કલ્પેશ ડી. કામરીયા, હરદેવસિંહ જે. જાડેજા, લાખા એલ. સોઢીયા, વિરભદ્રસિંહ એમ. જાડેજા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

હાલ પોલીસે ઝડપાયેલા ટ્રકચાલકની પૂછપરછ હાથ ધરી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: જામનગરમાં પોલીસ પર હુમલાથી ખળભળાટ, ડ્રગ્સની રેડ કરવા ગયેલી ટીમને ઘેરી પથ્થરમારો; કોન્સ્ટેબલ ઘાયલ

આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સ સામે ઝોન-7 પોલીસની મોટી કાર્યવાહી: એક જ રાતમાં NDPSના બે કેસ, રૂ.54.59 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: દ્વારકાના મંદિરમાં ગાંજાનું વાવેતર, ₹6.07 લાખનો મુદ્દામાલ જપ્ત