Not Set/ યુપી: સરકારને બદનામ કરવાવાળા પોલીસ અધિકારીઓને હટાવવામાં આવશે

યોગી આદિત્યનાથ ના બદલાયેલા તેવર જોઈને પોલીસ મહેકમમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવે છે. ગૃહ વિભાગ એવા અધિકારીની માહિતી ભેગી કરી રહ્યું છે, જેને કારણે પોલીસ મેહકમ અને સરકારની બદનામી થાય. લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, સીએમ આદિત્યનાથ રશિયાથી પાછા આવશે ત્યારે ઘણા બધા પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવશે. […]

Top Stories India

યોગી આદિત્યનાથ ના બદલાયેલા તેવર જોઈને પોલીસ મહેકમમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવે છે. ગૃહ વિભાગ એવા અધિકારીની માહિતી ભેગી કરી રહ્યું છે, જેને કારણે પોલીસ મેહકમ અને સરકારની બદનામી થાય. લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, સીએમ આદિત્યનાથ રશિયાથી પાછા આવશે ત્યારે ઘણા બધા પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ સુધી અનેક પોલીસ અધિકારીઓની ફરિયાદ પોહચી હતી. અને રશિયા માટે રવાના થતા પહેલા તેમણે શનિવારે આવા કેટલાક અધિકારીનો ઉધડો પણ લીધો હતો. કેટલાક જિલ્લાના અધિકરીઓ સાથે તો પહેલે થી જ આદિત્ય નાથ પાસે ફરિયાદો આવેલી છે અને તે તેમનાથી નારાજ પણ છે.
ગૃહ વિભાગોમાં મુખ્ય સચિવ તરીકે કારભાર સંભાળ્યા બાદ અવનિશ અવસ્થી 10 દિવસમાં નોઈડા અને અયોધ્યાના કેટલાક પોલીસ મથકની મુલાકાતે પણ જઈ આવ્યા છે.
જ્યાં તેમને ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરી હતી અને જરૂરી દિશા નિર્દેશ પણ કર્યા હતા. . નોઈડા ના એક પોલીસ મથકે તેઓ રાત્રે 2 વાગ્યે અચાનક મુલાકાતે પોહચ્યા હતા. અને ત્યાં નોંધાયેલા ગુનાઓની વિગત જાણી હતી.