Not Set/ આતંકવાદીઓનો આકા હાફિઝ “અલ્લાહ-હૂ-અકબર તહરીક”ના નામ સાથે લડશે પાકિસ્તાનની ચૂંટણી

લાહોર, ૨૬/૧૧ મુબંઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારને ઉભા રાખવા માટે તૈયારી દર્શાવી છે. આ ચુંટણી ૨૫ જુલાઈના રોજ યોજાવાની છે અને આ માટે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાએ “અલ્લાહ-હૂ-અકબર તહરીક” નામના નવા પક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આતંકીઓના સેફ હેવન પાકિસ્તાનમાં લોકસભાની ચૂંટણી નજીક […]

Top Stories World

લાહોર,

૨૬/૧૧ મુબંઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારને ઉભા રાખવા માટે તૈયારી દર્શાવી છે. આ ચુંટણી ૨૫ જુલાઈના રોજ યોજાવાની છે અને આ માટે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાએ “અલ્લાહ-હૂ-અકબર તહરીક” નામના નવા પક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આતંકીઓના સેફ હેવન પાકિસ્તાનમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ આતંકવાદી સંગઠન દ્વારા પોતાની પાર્ટી ‘અલ્લાહ-હૂ-અકબર તહરીક’ના નામે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ પક્ષનું પાકિસ્તાન ઈલેક્શન કમિશનમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના એક સભ્યએ જણાવ્યું કે, “આ એક નિષ્ક્રિય પક્ષ હતો જેનું ઘણાં સમય પહેલા જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારના ઘણાં પક્ષોની નોંધણી કરવામાં આવેલી છે, જેથી જે તે સમયે જ્યારે પણ કોઈપણ પક્ષને મુશ્કેલી થાય ત્યારે આ પક્ષોની મદદ લેવામાં આવે છે”.

વધુમાં તેઓએ એ પણ કહ્યું કે, “MMLના અધ્યક્ષ સૈફુલ્લા ખાલિદ આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે”.

આ સંગઠનના એક વારિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, જમાત-ઉદ-દાવાની મિલ્લી મુસ્લિમ લી(MML) નામની પણ એક પાર્ટી છે, પરંતુ આ પાર્ટીનું હજી સુધી રજીસ્ટ્રેશન થઇ શક્યું નથી.

આ પહેલા સંગઠન દ્વારા  MML નામથી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરી હતી પરંતુ તે સમયે પાકિસ્તાન ઈલેક્શન કમિશન પાસે તેનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હતું.

પાકિસ્તાનમાં ૨૫ જુલાઈના રોજ યોજાશે લોકસભાની ચુંટણી

પાકિસ્તાનમાં વર્તમાન સરકારનો કાર્યકાળ ૩૧ મેના રોજ સમાપ્ત થઇ રહ્યો છે, ત્યારે હાલમાં પૂર્વ ચીફ જસ્ટિસ નસીરુલ મુલ્કને દેશના કાર્યવાહક પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં લોકસભાની ચુંટણી આગામી ૨૫ જુલાઈના રોજ યોજાવાની છે ત્યારે આ ચુંટણીમાં દેશના ૧૦.૫ વોટરો પોતામાં મત અધિકારનો ઉપયોગ કરશે. આ ૧૦.૫ મતદારોમાં અંદાજે ૬ કરોડ પુરુષ છે જયારે ૪.૬ કરોડ મહિલાઓ શામેલ છે.