Not Set/ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, બોર્ડર પર કરાયેલા ફાયરિંગમાં ૨ જવાન થયા શહીદ

જમ્મુ, આતંકીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાને પોતાની અવરચંડાઇ બતાવતા વધુ એકવાર બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાત્રે ૧.૧૫ વાગ્યાથી જ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પર ફાયરીંગ કરવામાં આવ્યું છે અને ચાર દિવસ પહેલા જ કરવામાં આવેલા સીઝફાયર વિરામનો ભંગ કર્યો છે. #JammuAndKashmir: Pakistan indulges in cross-border firing in Akhnoor, visuals from the area. […]

Top Stories India Trending

જમ્મુ,

આતંકીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાને પોતાની અવરચંડાઇ બતાવતા વધુ એકવાર બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાત્રે ૧.૧૫ વાગ્યાથી જ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પર ફાયરીંગ કરવામાં આવ્યું છે અને ચાર દિવસ પહેલા જ કરવામાં આવેલા સીઝફાયર વિરામનો ભંગ કર્યો છે.

પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી ફાયરીંગમાં BSFના ૨ જવાનો શહીદ થયા છે જયારે ૭ સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. BSFના શહીદ જવાનોમાં ASI એસ એન યાદવ અને કોન્સ્ટેબલ વી કે પાંડેનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફાયરીંગ અને મોર્ટાર લાદવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ બોર્ડર પર સતત મોર્ટાર વરસાવી રહ્યા છે અને સાથે સાથે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યા છે. બીજી બાજુ BSF દ્વારા આ હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

સીમાવર્તી રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને કરાઈ રહેલા ફાયરિંગમાં ૭ લોકો ઘાયલ થયા છે તેઓને નજીકના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જયારે અખનૂર સેક્ટરના લોકોને સુરક્ષિત સ્થાનો પર શિફ્ટ કરાઈ રહ્યા છે.

મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે ચાર દિવસ પહેલા જ સીમા પર ફાયરિંગ રોકવા માટે વાતચીત થઇ હતી. બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૦૩ના યુદ્ધ વિરામના કરારને પૂરી રીતે લાગુ કરવા પર સહમતી બની હતી. પરંતુ, પાકિસ્તાન પોતાની નાપાક. હરકતોનો રંગ બદલવામાંથી બહાર આવી રહ્યું નથી અને રમઝાનના પવિત્ર મહિનામાં પણ ફાયરિંગ ચાલુ જ રાખ્યું છે.