Raksha Bandhan 2025: ભાઈ-બહેનના પરસ્પર ભરોસા તથા પ્રેમના પ્રતીક સમા, રક્ષાબંધનના તહેવારને દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. દર વર્ષે, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 મી ઑગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ વર્ષના પર્વનું ઘણું વિશેષ મહત્વ છે કારણ કે, લગભગ 100 વર્ષો પછી એવું બનશે કે, રક્ષાબંધન દરમિયાન પંચક તથા ભદ્રાનો કોઇ જાતનો ઓછાયો નહિં હોય! આ ઉપરાંત, આ પાવન દિવસે ઘણા શુભ યોગોનું નિર્માણ પણ થવા જઇ રહ્યું છે. એવામાં કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો જાણીએ કે, રક્ષાબંધનનો દિવસ કઈ રાશિઓના જાતકો માટે લકી સાબિત થશે!
પૂરા 100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ
પંચાંગ અનુસાર, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા અને પંચક બંને નથી. આ સાથે જ, શ્રવણ નક્ષત્ર અને સૂર્ય-ચંદ્રનું સંયોજન એ છેલ્લાં 100 વર્ષોમાં જોવા મળનારો એક અત્યંત દુર્લભ અવસર છે. આવો સંયોગ આ અગાઉ, 4 થી ઑગસ્ટ 1925ના રોજ રચાયો હતો, જ્યારે ભદ્રા 7 વાગીને 21 મિનિટ પર સમાપ્ત થઇ ગઇ હતી. આ સાથે જ, આ વર્ષે રક્ષાબંધનના દિવસે સૂર્ય-શનિ નવપંચમ, મંગળ-શનિ પ્રતિયુતિ, સમસપ્તક યોગ તથા મિથુન રાશિમાં ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ પણ થવા જઇ રહ્યું છે. આ ઉપરાંત, મંગળ તથા રાહુ સાથે મળીને ષડાષ્ટક યોગનું પણ નિર્માણ કરવા જઇ રહ્યાં છે.
મકર રાશિ (Capricorn Zodiac)
આ રાશિમાં ચંદ્રમા વિરાજમાન રહેશે. આ ઉપરાંત, ગજલક્ષ્મીની સાથે અન્ય યોગોથી પણ ઘણા લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ જાતકોના પોતાના ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત થશે. જીવનમાં ખુશીઓનું આગમન થઇ શકે છે, પરિવાર સાથે સારો સમય વ્યતીત કરી શકાશે તેમ જ, અચાનક ધનલાભના યોગ પણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન, પરિવાર સાથે વિતાવેલો સમય તમારા માટે ઘણો યાદગાર બની રહેશે. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. નોકરી-ધંધામાં ઘણા લાભ મળવાના યોગો બની રહ્યાં છે. અચાનક ધનલાભ થવાની સાથોસાથ, કોઈ મહત્વપૂર્ણ સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.
ધનુ રાશિ ( Sagittarius Zodiac)
આ રાશિ દેવગુરુ બૃહસ્પતિની રાશિ હોવાથી, આ જાતકો પર એમનો અધિક પ્રભાવ થઇ શકે છે. ધનુ રાશિના જાતકોને પણ ઘણો લાભ મળી શકે છે. આ ઉપરાંત, વિદેશથી શુભ સમાચાર મળવાના યોગ બની શકે છે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકાશે, વળી પદોન્નતિની સાથે વેતનમાં વૃદ્ધિના યોગો પણ બની રહ્યાં છે. આ સાથે જ, ભાઈ-બહેનોની સાથે સારો સમય વિતાવી શકાશે. નસીબનો તમને પૂર્ણ રીતે સાથ મળી શકે છે. આ ઉપરાંત, આ જાતકોના મુસાફરીના યોગો પણ બની રહ્યાં છે.
મીન રાશિ (Pisces Zodiac)
આ રાશિમાં શનિ વક્રી અવસ્થામાં વિરાજમાન છે. એની સાથે મંગળની દ્રષ્ટિ પડવાથી સમસપ્તક યોગની સાથોસાથ, સૂર્ય-શનિનો નવપંચમ રાજયોગ પણ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. આ રાશિના જાતકોની, લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. વળી, વેપારમાં પણ ભારે નફા સહિતના અનેક લાભ મળવાના યોગો બની રહ્યાં છે. આ ઉપરાંત, દેવગુરુ બૃહસ્પતિની આ જાતકો પર વિશેષ કૃપાદ્રષ્ટિ રહેશે જેથી, ભાઈ અથવા બહેન દ્વારા આર્થિક લાભ પણ મળશે. આ રાશિની વિવાહ યોગ્ય યુવતીઓ માટે, લગ્નવિષયક સારા પ્રસ્તાવો પ્રાપ્ત થઇ શકે છે.
(અસ્વીકરણ: અહીં આપેલી માહિતી ધાર્મિક શ્રદ્ધા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. મંતવ્ય ન્યૂઝ કોઈ પણ વસ્તુની સત્યતા સાબિત કરતું નથી.)
