Couple Relationship Tips/ શું તમે પણ પાર્ટનર સાથે ‘ફેમિલી પ્લાનિંગ’ની વાત કરવામાં શરમ અનુભવો છો? આ રીતે તોડો મૌન!

શું તમે તમારા પાર્ટનર સાથે બધું શેર કરો છો પણ ‘ગર્ભનિરોધક’ વિશે વાત કરતા ખચકાટ અનુભવો છો? ભારતીય યુગલો (Couples) માં આ સમસ્યા સામાન્ય છે. બેડરૂમની બહાર, યોગ્ય સમયે અને ‘આપણે’ શબ્દનો ઉપયોગ કરીને વાતચીત કેવી રીતે શરૂ કરવી? જાણો ઉપયોગી ટિપ્સ.

Trending Tips & Tricks Lifestyle Relationships
Family planning tips for couples

Couples Relationship Advice: લગ્ન એટલે બે શરીર અને બે આત્માનું મિલન. પતિ-પત્ની એકબીજા સાથે એક જ રૂમમાં રહે છે, એક થાળીમાં જમે છે અને ભવિષ્યના સપનાઓ પણ સાથે જુએ છે. નવાઈની વાત એ છે કે યુગલો (Couples) ભવિષ્યમાં થનારા બાળકના નામ અને સ્કૂલ વિશે પણ ચર્ચા કરી લે છે, પરંતુ જ્યારે ‘ગર્ભનિરોધક’ (Contraception) ની વાત આવે છે, ત્યારે અચાનક બંને વચ્ચે એક અદ્રશ્ય દીવાલ ચણાઈ જાય છે.

ભારતીય સમાજમાં આજે પણ ફેમિલી પ્લાનિંગ વિશે ખૂલીને વાત કરવી ‘ટેબૂ’ (Taboo) માનવામાં આવે છે. પરંતુ આ મૌન ઘણીવાર સંબંધોમાં તણાવ અને અણધાર્યા ગર્ભધારણનું કારણ બને છે. ચાલો જાણીએ કે આ વિષય પર વાત કરવામાં યુગલો (Couples) કેમ ખચકાય છે અને આ મૌન કેવી રીતે તોડવું.

Family planning tips for couples

યુગલો કેમ અનુભવે છે સંકોચ? (Couples)

પાર્ટનર સાથે ગર્ભનિરોધક વિશે વાત ન કરી શકવા પાછળ મુખ્યત્વે 3 કારણો જવાબદાર છે:

ઉછેર અને સામાજિક માન્યતા: બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે સેક્સ અને તેને લગતી બાબતો ખાનગી છે અને તેના પર ખૂલીને ચર્ચા કરવી અસભ્ય ગણાય. આ માનસિકતા મોટા થયા પછી પણ મગજમાંથી જતી નથી.

‘મૂડ’ બગડવાનો ડર: ઘણા યુગલો (Couples) ને લાગે છે કે પ્રેમની પળો વચ્ચે જો સેફ્ટી કે પ્રોટેક્શનની વાત કરીશું તો રોમાન્સનો ‘મૂડ’ બગડી જશે.

જજમેન્ટનો ડર: ઘણીવાર મહિલાઓને ડર હોય છે કે જો તે સામેથી આ વાત કરશે તો પતિ તેને ગેરસમજ કરશે. બીજી તરફ પુરુષોને લાગે છે કે આ વિશે વાત કરવી એ તેમની જવાબદારી નથી.

Family planning tips for couples

વાત કરવી કેમ જરૂરી છે? (Why is it Important?)

આ વિષય પર ચર્ચા કરવી એ માત્ર બાળકો રોકવા પૂરતું સીમિત નથી, પણ તે તમારા ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે.

તણાવમુક્ત સંબંધ: જ્યારે તમે સુરક્ષા વિશે સ્પષ્ટ હોવ છો, ત્યારે તમે ડર્યા વગર એકબીજાની નિકટતાનો આનંદ માણી શકો છો. અનિચ્છનીય પ્રેગ્નન્સીનો ડર સંબંધમાંથી નીકળી જાય છે.

આર્થિક પ્લાનિંગ: બાળક ત્યારે જ હોવું જોઈએ જ્યારે તમે માનસિક અને આર્થિક રીતે તૈયાર હોવ. આ ચર્ચા તમને તમારા ભવિષ્યને પ્લાન કરવામાં મદદ કરે છે.

Family planning tips for couples

મૌન કેવી રીતે તોડવું? (How to Break the Ice?)

જો તમને શરૂઆત કરવામાં સંકોચ થતો હોય, તો આ સરળ ટિપ્સ અજમાવો:

યોગ્ય સમય અને સ્થળ પસંદ કરો: બેડરૂમમાં કે રોમેન્ટિક પળો દરમિયાન આ વાત ન કરો. તેના બદલે સાંજની ચા પીતી વખતે અથવા સાથે વોક પર ગયા હોવ ત્યારે હળવાશથી વાત શરૂ કરો.

‘હું’ ને બદલે ‘આપણે’ શબ્દ વાપરો: વાતચીત દરમિયાન “તારે ધ્યાન રાખવું જોઈએ” કહેવાને બદલે “આપણે (Couples) આપણા ભવિષ્ય માટે શું વિચાર્યું છે?” અથવા “આપણે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ?” જેવી ભાષા વાપરો. આનાથી પાર્ટનરને લાગશે કે આ બંનેની સહિયારી જવાબદારી છે.

હેલ્થ અને ફ્યુચર પર ફોકસ કરો: વાતચીતને સેક્સ સાથે જોડવાને બદલે હેલ્થ અને કરિયર ગોલ્સ સાથે જોડીને વાત કરો, જેથી સામેવાળી વ્યક્તિ પણ ગંભીરતાથી સાંભળે.

એક મજબૂત સંબંધનો પાયો ‘વિશ્વાસ’ (Trust)અને ‘ખુલ્લા મને થતી વાતચીત’ પર રહેલો છે. શરમ (Shame) છોડો અને જવાબદાર (Responsible) બનો, કારણ કે તમારું અને તમારા (Couples) પાર્ટનરનું સ્વાસ્થ્ય અને ખુશી સૌથી પહેલા આવે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે.

 


આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો

આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ

આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?