Entertainment News/ જાહેર કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે છેડતી

Mouni Roy એ જણાવ્યું કે, સ્ટેજ પર પહોંચ્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની

Entertainment

Entertainment News : બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) સાથે હરિયાણાના કરનાલમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન છેડતી અને ગેરવર્તણૂકની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે મૌની રોયે સોશિયલ મીડિયા પર લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન કેટલાક મહેમાનોના અશોભનીય વર્તનને કારણે તે અત્યંત શરમમાં મુકાઈ ગઈ હતી અને માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી.

મૌની રોયે (Mouni Roy) નો સ્ટેજ તરફ જતા સમયે કમર પર હાથ મૂક્યાનો આરોપ

 સ્ટેજ તરફ જતા સમયે કમર પર હાથ મૂક્યાનો આરોપ

મૌની રોયે (Mouni Roy)  ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, જ્યારે તે કાર્યક્રમ શરૂ થવા પહેલા સ્ટેજ તરફ આગળ વધી રહી હતી, ત્યારે દાદાની ઉંમરના બે લોકો સહિત કેટલાક પુરુષોએ ફોટો ખેંચવાના બહાને તેની કમર પર હાથ મૂકી દીધો. એક્ટ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ વર્તન તેને સ્વીકાર્ય નહોતું અને તેણે તરત જ તેમને હાથ હટાવવા કહ્યું.

 સ્ટેજ પર અશ્લીલ ટિપ્પણીઓ અને ગાળો

મૌની રોય(Mouni Roy) એ જણાવ્યું કે, સ્ટેજ પર પહોંચ્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની. બે વ્યક્તિઓ સ્ટેજ સામે ઊભા રહીને અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યા હતા, અશોભનીય ઇશારા બતાવી રહ્યા હતા અને ગાળો પણ આપી રહ્યા હતા. શરૂઆતમાં તેણે નમ્રતાથી તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની હરકતો યથાવત રહી.

ગુલાબ ફેંકીને અપમાનિત કરવાનો પ્રયાસ

એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું કે, જ્યારે તેણે આ લોકોના વર્તન સામે વિરોધ દર્શાવ્યો, ત્યારે તેમણે તેના પર ગુલાબ ફેંકવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન મૌની થોડા સમય માટે સ્ટેજની એક્ઝિટ તરફ ચાલી ગઈ હતી, પરંતુ વ્યાવસાયિકતા દાખવી તેણે ફરી પાછા આવી પોતાનું પરફોર્મન્સ પૂર્ણ કર્યું.

આયોજકો અને પરિવારજનોની નિષ્ક્રિયતા

મૌની રોયે (Mouni Roy) આ ઘટના અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે જણાવ્યું કે, આટલી ગંભીર હરકતો છતાં ન તો ત્યાં હાજર પરિવારજનો અને ન તો કાર્યક્રમના આયોજકોએ તે લોકોને ત્યાંથી દૂર કર્યા. એક્ટ્રેસે આ વલણને નિરાશાજનક ગણાવ્યું છે.

ખોટા એંગલથી વીડિયો બનાવવાનો પણ આરોપ

એક અન્ય પોસ્ટમાં મૌનીએ ખુલાસો કર્યો કે, સ્ટેજ ઊંચાઈ પર હોવાના કારણે કેટલાક લોકો નીચેથી ખોટા એંગલમાં વીડિયો બનાવી રહ્યા હતા. જ્યારે તેણે આ બાબતે વિરોધ કર્યો, ત્યારે તેને ગાળો આપવામાં આવી હતી. મૌનીએ કહ્યું કે, કલાકારો ખુશીના પ્રસંગોએ મહેમાન બનીને કાર્યક્રમોમાં જાય છે, પરંતુ આ પ્રકારનું વર્તન સંપૂર્ણપણે અસહ્ય છે.

‘મારી સાથે આવું થાય તો નવી છોકરીઓનું શું?’

મૌની રોયે આ ઘટનાને અપમાનજનક અને માનસિક રીતે હેરાન કરનારી ગણાવી છે. તેણે લખ્યું કે, જો એક જાણીતી એક્ટ્રેસ સાથે આવી ઘટના બની શકે છે, તો ઇન્ડસ્ટ્રીમાં નવી આવનારી છોકરીઓ માટે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. તેણે પ્રશાસન અને આયોજકો પાસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મૌની રોય તાજેતરમાં સંજય દત્ત અને સની સિંહ સાથે ફિલ્મ ‘ધ ભૂતની’માં જોવા મળી હતી. ઉપરાંત, તે OTT પર રિલીઝ થયેલી જાસૂસી થ્રિલર ‘સલાકાર’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી.


આ પણ વાંચો : અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો : ઇન્દોર શહેરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની બે મહિલા ખેલાડીઓ છેડતીનો ભોગ બની

આ પણ વાંચો : સ્પેશિયલ ક્લાસના બહાને કોલેજ પ્રોફેસરએ વિદ્યાર્થીને બોલાવી, વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ