Indore News: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઇન્દોર શહેરમાં આવેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની બે ખેલાડીઓ છેડતીનો ભોગ બની હતી. આ ઘટના બાદ, પોલીસે આરોપીને શોધવા માટે પાંચ પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી અને તેને પકડી લીધા. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ ખજરાના રોડ પર બની હોવાનું અનુમાન છે.
બાઇક સવાર પીછો કરવા લાગ્યા
આ બંને મહિલા ખેલાડીઓ હોટેલ રેડિસન બ્લુથી એક કાફે (ધ નેબરહુડ) તરફ ચાલીને જઈ રહી હતી ત્યારે સફેદ શર્ટ અને કાળી ટોપી પહેરેલો એક યુવક બાઇક પર તેમનો પીછો કરવા લાગ્યો. તેણે એક ખેલાડીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો.
આ ઘટનાથી બંને મહિલા ખેલાડીઓ ડરી ગઇ અને તરત જ ઓસ્ટ્રેલિયન ટીમના સુરક્ષા અધિકારી ડેની સિમન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, કારમાં બેઠેલા એક વ્યક્તિએ ખેલાડીઓની અગવડતા જોઈને આગળ આવીને તેમને મદદ કરી હતી.
સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓની ઓળખ થઈ
પોલીસે વિજય નગર, એમઆઈજી, ખજરાના, પારદેશીપુરા અને કનાડિયા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. અને આરોપીની ઓળખ થઈ ગઈ અને શુક્રવારે સાંજે પોલીસે ખજરાના રહેવાસી અકીલની ધરપકડ કરી. એવું જણાવા મળ્યુ છે કે અકીલ વિરુદ્ધ પહેલાથી જ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે આઝાદ નગરમાં રહેતો હતો. પોલીસે સમગ્ર મામલાની ક્રિકેટ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી છે.
હોટલથી ગ્રાઉન્ડ સુધીના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે
આ ઘટના બાદ ખેલાડીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હોટલથી ગ્રાઉન્ડ સુધીના રૂટ પર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે અને ઇન્ટેલિજન્સ વિંગને ઠપકો આપ્યો છે.
આ પણ વાંચો: indore news/ઇન્દોરમાં 24 ટ્રાન્સજેન્ડર લોકોએ એકસાથે ઝેર પીધું, હોસ્પિટલમાં કરાયા દાખલ
આ પણ વાંચો: Surat News/સુરતના કાપોદ્રામાં સગીરાની છેડતી,ચપ્પાની અણીએ કર્યું અપહરણ
આ પણ વાંચો: Ahmedabad News/વટવા GIDCમાં 17 વર્ષની સગીરાની છેડતી, પેટ્રોલ પંપ મેનેજરની કરાઇ ધરપકડ
