Relationship: દરેક માતા-પિતા માટે દુનિયાની સૌથી મધુર ધૂન, એમના બાળકનું હાસ્ય જ હોય છે. બાળકનું ખિલખિલાટ હાસ્ય માતા-પિતાના ચહેરા પર પણ સ્મિત લાવી દે છે. આ હાસ્યને માણવા માટે ઘણી વાર પેરન્ટ્સ પોતાના નાના વહાલસોયાને ગલી-ગલી (Tickling) કરતા જોવા મળે છે. પરંતુ, શું બાળકને ગલી-ગલી કરવી જોઈએ કે નહિં અને એની બાળકના સ્વાસ્થ્ય પર શી અસરો થાય છે? તો આવો જાણીએ, આ અંગે ડૉક્ટરની સલાહ શી છે?
નાનકડા બાળકને ગલી-ગલી કરવામાં આવે તો એક સેકન્ડ માટે એનો શ્વાસ રોકાઇ જાય છે, એનું હૃદય ઝડપથી ધડકવા લાગે છે, સ્નાયુઓ અક્કડ થઇ જાય છે, સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય છે, એનુ મગજ મસ્તી અને પૅનિકની ભાવનાઓ વચ્ચે ઝોલા ખાય છે. એવામાં જો બાળક હસતું હોય, તો પણ એનો અર્થ એ બિલકુલ નથી કે એને પૂરી રીતે મજા જ આવી રહી છે! એથી જ ડૉક્ટરનું કહેવું છે કે, જો તમે બાળકને ગલી-ગલી કરવા માંગતા હો તો તદ્દન પ્રેમથી અને હળવે-હળવે કરો, વધુપડતી બિલકુલ ન કરો અને જો બાળક સહેજ પણ અસ્વસ્થ લાગે તો તરત જ રોકાઇ જાઓ.

આ સમસ્યાઓ સર્જાઇ શકે છે
જો મોટા બાળકોને ગલી-ગલી કરવામાં આવે તો, એ એમના માટે એક ટ્રૉમેટિક એક્સપીરિયન્સ પણ સાબિત થઇ શકે છે.
ગલી-ગલી કરવાથી બાળક શરમ અનુભવી શકે છે અને ઘણા બાળકોને એનાથી ખાસ્સી પરેશાની થાય છે, જેને એ જણાવી શકતા નથી.
બાળકમાં ટ્રસ્ટ ઈશ્યુસ (વિશ્વાસ) ની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે, જેની અસર આગળ જતા એની સમગ્ર પર્સનાલિટી પર પડે છે.
ઘણી વાર બાળક ગલી-ગલીના કારણે રડવા પણ લાગે છે.
જોર-જોરથી ગલી કરવાથી બાળકની નાજુક ત્વચાને નુકસાન પણ પહોંચી શકે છે.
આ પણ વાંચો:ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…
આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો
