Dharma & Bhakti/ ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…

ગણપતિની સ્થાપના માટે મધ્યાહ્નનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે કારણ કે, એવી માન્યતા છે કે, આ જ સમયે ગણેશજીનો જન્મ થયો હતો.

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે ભાદ્રપદ માસની ચતુર્થી તિથિનો પ્રારંભ 26 મી ઑગષ્ટે બપોરે 01 વાગીને 54 મિનિટથી થશે અને એનું સમાપન 27 મી ઑગષ્ટે બપોરે 03 વાગીને 44 મિનિટે થશે. એવામાં આ 2025ની સાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર 27મી ઑગષ્ટે બુધવારના રોજ મનાવવામાં આવશે તથા આ જ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. ગણપતિની સ્થાપના માટે મધ્યાહ્નનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે કારણ કે, એવી માન્યતા છે કે, આ જ સમયે ગણેશજીનો જન્મ થયો હતો.

સમગ્ર ભારત દેશમાં ગણેશોત્સવના પર્વને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. વિશેષ કરીને, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ તહેવારની અનેરી રોનક જોવા મળે છે. આ પાવન પર્વ પર, ભક્તજનો રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણપતિજીની યથાશક્તિ પૂજા કરે છે. ઘરોમાં, મંદિરોમાં તથા મંડપોમાં ગણેશજીની સ્થાપના કરીને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. આ દરમિયાન, ચારેય દિશાઓમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ નો જયઘોષ ગૂંજી ઉઠે છે.

ગણેશ ચતુર્થી 2025 ની તિથિ

હિન્દુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ માસની ચતુર્થી તિથિનો પ્રારંભ 26 મી ઑગષ્ટે બપોરે 01 વાગીને 54 મિનિટથી થશે અને એનું સમાપન 27 મી ઑગષ્ટે બપોરે 03 વાગીને 44 મિનિટે થશે. આથી આ 2025ની સાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર 27 મી ઑગષ્ટે બુધવારના રોજ મનાવવામાં આવશે તથા આ જ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. ગણેશોત્સવનું સમાપન અનંત ચતુર્દશીએ થાય છે જે, આ વર્ષે 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ આવનાર છે. સ્થાપનાથી ગણેશ વિસર્જન સુધીના 10 દિવસ દરમિયાન, ભક્તજનો અત્યંત ભાવપૂર્વક ગણપતિજીની પૂજા કરીને, આગલા વર્ષે જલદી પધારવાની પ્રાર્થના કરી ભારે હૃદયે પ્રતિમાનું વિસર્જન કરે છે. આ સાથે જ ગણેશોત્સવનું સમાપન થાય છે.

ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ગણપતિજીની સ્થાપના માટે મધ્યાહ્નનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે કારણ કે, એવી માન્યતા છે કે આ જ સમયે ગણેશજીનો જન્મ થયો હતો. 27 મી ઑગષ્ટ 2025ના રોજ બુધવારે, મધ્યાહ્નના સમયે ગણેશ-સ્થાપન પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11 વાગીને 05 મિનિટથી માંડીને બપોરે 01 વાગીને 40 મિનિટ સુધીનું રહેશે.

ગણેશ ચતુર્થી 2025 ના શુભ યોગ

આ વખતે ગણેશ ચતુર્થીનો દિવસ અત્યંત વિશેષ છે કારણ કે, આ વર્ષે ગણેશ ચતુર્થીની શરુઆત બુધવારથી થશે જેને એક શુભ સંકેત માનવામાં આવે છે. આ ઉપરાંત, 27 મી ઑગષ્ટે ગણેશ ચતુર્થીના દિવસે ચાર શુભ યોગોનું નિર્માણ થવા જઇ રહ્યું છે, આ યોગો છે-
શુભ યોગ, શુક્લ યોગ, રવિ યોગ તથા સર્વાર્થ સિદ્ધિ યોગ.

વિશેષમાં આ દિવસે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ રહેશે.

ગણપતિ સ્થાપના વિધિ

સૌપ્રથમ એક સ્વચ્છ બાજોઠ પર લાલ અથવા પીળું કપડું પાથરો. હવે અંજલિમાં જળ, અક્ષત અને પુષ્પ લઇને વ્રતનો સંકલ્પ લો.
ત્યારબાદ, ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરતા-કરતા ગણેશજીનું સ્મરણ કરો અને તેમની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવો. ગણપતિદાદાને તેમના પ્રિય મોદક, લાડુ, દૂર્વા ઘાસ, લાલ ફૂલ અને સિંદૂર અર્પણ કરો. અંતે, સમગ્ર પરિવાર સહિત આરતી કરો અને ભાવભક્તિપૂર્વક પૂજા સમાપ્ત કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર

આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત