Dharma & Bhakti: હિન્દુ સનાતન ધર્મમાં, પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે પછી કોઈ ધાર્મિક અનુષ્ઠાન હોય, આ બંને વસ્તુઓને પ્રસાદ સ્વરુપે ગ્રહણ કરવામાં આવે છે અને સૌને વહેંચવામાં આવે છે. જન્માષ્ટમી પર તો કનૈયાને પંચામૃત અને પંજરીનો ભોગ પણ ધરાવવામાં આવે છે. પરંતુ શું તમને એ જાણો છો ખરા કે, પંચામૃત અને ચરણામૃત વચ્ચે શો ફરક છે? તમારો જવાબ જો ‘ના’ છે તો, આ રહ્યો એનો ઉત્તર અને એને બનાવવાની રીત

શું હોય છે પંચામૃત?
એના નામ પરથી જ સ્પષ્ટ છે કે, પંચામૃતમાં પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રસાદને બનાવવા માટે તમને દૂધ, દહીં, મધ, સાકર અને ઘીની આવશ્યકતા રહેશે. આનો ઉપયોગ કરીને, જન્માષ્ટમીએ બાળ ગોપાળનો અભિષેક કરવામાં આવે છે.
પંચામૃત બનાવવાની વિધિ
પંચામૃત બનાવવા માટેની સામગ્રીમાં દૂધ, દહીં, મધ, સાકર અને ઘીની આવશ્યકતા રહેશે. સૌપ્રથમ, ગાયના તાજા દૂધમાં દળેલી સાકર નાખો. પછી મધ, દહીં અને ઘી મિક્સ કરો. આ તમામ વસ્તુઓને સારી રીતે ફીણી લો. આ મિશ્રણમાં અંતે, તુલસીના પાન ભેળવો. તમારું પંચામૃત તૈયાર છે.
ચરણામૃત શું હોય છે?
એના નામ પરથી જ સ્પષ્ટ છે કે, ચરણામૃત અર્થાત્ ભગવાનના ચરણોનું અમૃત. શાસ્ત્રમાં એને ગ્રહણ કરવાના નિશ્ચિત નિયમો દર્શાવવામાં આવ્યા છે.
ચરણામૃત બનાવવાની વિધિ
એને બનાવવા માટે તમારે એક તાંબાના પાત્રની જરુર પડશે. તાંબાના પાત્રમાં જળ ભરીને રાખવાથી એમાં તાંબાના ઔષધીય ગુણો આવી જાય છે. ત્યારબાદ, એમાં તુલસીના પાન ભેળવવા અને મંદિરમાં પ્રભુ સમક્ષ મૂકી દેવું. તમારી પાસે ગંગાજળ હોય તો એ પણ એમાં ભેળવી શકો છો. તમારું ચરણામૃત તૈયાર છે.
આ પણ વાંચો:ચમકી ઉઠશે આ 3 રાશિઓનું ભાગ્ય, ગ્રહોના રાજકુમાર બુધ થશે માર્ગી, 11 ઑગસ્ટથી અચાનક ધનલાભના યોગ!
આ પણ વાંચો:તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
