Lifestyle/ ફાટેલી એડીઓથી પરેશાન છો? કેવી રીતે બનાવશો મુલાયમ, જાણો ડૉકટર પાસેથી…

ફાટેલી એડીઓ પગની સુંદરતાને ખરાબ કરી નાખે છે. ઘણી વાર તો એની ત્વચા એટલી બધી ફાટે છે કે, એમાંથી લોહી પણ નીકળવા લાગે છે! આ સંજોગોમાં આવો જાણીએ, શું છે આ સમસ્યાનું સમાધાન?

Trending Tips & Tricks Fashion & Beauty Health & Fitness Lifestyle

Lifestyle: ત્વચાની શુષ્કતાને કારણે, પગને ઘણો લાંબો સમય પાણીમાં બોળીને રાખવાથી, જમીન પર ઉઘાડા પગે ચાલવાથી અથવા તો એડીઓની સારી રીતે સફાઇ ન થવાને કારણે, એડીઓ ફાટવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. ફાટેલી એડીઓ દેખાવમાં ઘણી વાર એટલી તો ખરાબ લાગે છે કે લોકો એને મોજા વગેરે પહેરીને ઢાંકીને રાખવાનું પસંદ કરે છે! વળી, વધુપડતી ફાટી ગયેલી એડીઓમાંથી લોહી પણ નીકળે છે એ પણ પીડા આપે છે. આવા સંજોગોમાં, એડીનું ફાટવું અને એના મૃત કોષોનું હદથી વધારે જમા થવું, આ બંને મળીને ત્વચાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આવામાં ફાટેલી એડીઓની સમસ્યાથી છૂટકારો મેળવવો અત્યંત જરુરી છે. આ અંગે સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર ના જણાવ્યાનુસાર, ફાટેલી એડીઓની આસાનીથી સંભાળ લઈ શકાય છે અને આ સંભાળ કઇ રીતે લેવી એ અંગે જાણીએ ડૉક્ટરની સલાહ-

ફાટેલી એડીઓથી શી રીતે છૂટકારો મેળવવો?

સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરનું કહેવું છે કે, સવારના સમયે મૉઇશ્ચરાઇઝર લગાવવું જોઇએ. એનાથી પગ હાઇડ્રેટેડ રહે છે અને આખો દિવસ ત્વચાને કુમાશ મળી રહે છે.

રાત્રિના સમયે એન્ટિસેપ્ટિક એવા સેલિસિલિક એસિડ અથવા યૂરિયા બેઝ્ડ ક્રીમને લગાવવાથી ફાટેલી એડીઓના ઘા રુઝાવા લાગશે. આ ઉપરાંત, મૃત ત્વચા નીકળી જશે અને નવા કોષો ફાટેલી ત્વચાને સુવ્યવસ્થિત કરી દેશે.

અઠવાડિયામાં બે થી ત્રણ વખત, 15 મિનિટ સુધી પગને નવશેકા પાણીમાં બોળી રાખો. આમ કરવાથી, એડી પર જામેલી જાડી મૃત ત્વચાને ઘસીને કાઢવાનું સરળ થઇ જશે. પગ પલાળ્યાં બાદ, ગ્લાઇકોલિક એસિડ બેઝ્ડ ક્રીમ લગાવો. આમ કર્યા બાદ, ત્વચાને પ્યુમિક સ્ટોન વડે ઘસવાથી એકસફોલિએટની પ્રક્રિયા અર્થાત્ ત્વચા પરથી મૃત કોશિકાઓને હટાવવામાં મદદ મળશે તથા એના મૃત કોષો દૂર થઇ જશે.

રાત્રે એવી કોશિશ કરો કે તમે કૉટનના મોજા પહેરીને ઊંઘો. ક્રીમ લગાવ્યા બાદ, મોજા પહેરીને સૂવાથી ત્વચા પર હાઇડ્રેશન જળવાઇ રહેશે અને ત્વચાને નુકસાન થતુ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: