Astrology/ બુદ્ધિના દાતા બુધ કરશે શનિના ઘરમાં પ્રવેશ, આ રાશિઓના જાતકોને મળશે લક્ઝુરિયસ લાઇફ, દરેક કામમાં મળશે સફળતા!

ગ્રહોના રાજકુમાર 29 જુલાઇના રોજ શનિના નક્ષત્ર, પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. આમ થવાથી આ ત્રણ રાશિઓને જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથોસાથ ધનલાભ પણ થઇ શકે છે.

Trending Religious Rashifal Dharma & Bhakti

Astrology: ગ્રહોના રાજકુમાર બુધ એક નિશ્ચિત અવધિ બાદ રાશિ ઉપરાંત નક્ષત્ર પરિવર્તન પણ કરે છે, જેની અસર 12 રાશિઓના જીવન પર કોઇ ને કોઇ પ્રકારે ચોક્કસપણે જોવા મળે જ છે. બુધને શિક્ષણ, વ્યાપાર, બુદ્ધિ, બૌદ્ધિક ક્ષમતા, તર્ક-વિતર્કનો કારક ગ્રહ માનવામાં આવે છે. એવામાં એની સ્થિતિમાં બદલાવની અસરો અવશ્ય જોવા મળે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 29 જુલાઇના રોજ સાંજે 04 વાગીને 17 મિનિટ પર બુધ ગ્રહ, શનિના પોતાના નક્ષત્ર, પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી જશે તથા 22 ઑગસ્ટ સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. આવો જાણીએ કે બુધના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કઇ રાશિઓને મળી શકે છે લાભ…

આકાશમંડળના 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ નક્ષત્ર માનવામાં આવે છે. એને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે જેના સ્વામી કર્મફળદાતા શનિ મહારાજ છે. આ નક્ષત્રમાં કોઇ ગ્રહના પ્રવેશથી સુખ-સમૃધ્ધિ, ધન-સંપત્તિ, આનંદ વગેરે પ્રાપ્ત થાય છે.

મેષ રાશિ (Aries Zodiac)
આ રાશિના જાતકો માટે, બુધનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ ઘણા બધા ક્ષેત્રોમાં લાભદાયક સાબિત થઇ શકે છે. બુધ આ રાશિના ચતુર્થ ભાવમાં રહેશે. એવામાં આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં ઝડપથી વૃધ્ધિ થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે સુધારો થઇ શકે છે. આ સાથે જ માતા સાથેનો તમારો સંબંધ સુધરી શકે છે. આ ઉપરાંત, સપરિવાર ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. જમીન-જાયદાદની બાબતોમાં પણ તમને લાભ મળી શકે છે. ગૃહસ્થજીવન ખુશીઓથી આચ્છાદિત રહેશે. નવા મિત્રો બનવાની સંભાવના પણ ઘણી અધિક છે.

 


મિથુન રાશિ (Gemini Zodiac)
પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરીને બુધ આ રાશિના દ્વિતિય ભાવમાં રહેશે. એવામાં, આ રાશિના જાતકોના જીવન પર પણ એનો અનુકૂળ પ્રભાવ જોવા મળશે. આ રાશિના જાતકોને શિક્ષણના ક્ષેત્રમાં ઘણો જ લાભ મળી શકે છે. તમે તમારી વાણીના પ્રભાવથી અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો. શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકશો. આ સાથે જ, આર્થિક સ્થિતિ પણ બહેતર રહેશે. પરિવારની સાથે સારો સમય વિતાવી શકશો. સામાજિક માન-સન્માનમાં પણ ઝડપી વૃદ્ધિ થઇ શકે છે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઇ શકે છે.

કન્યા રાશિ (Virgo Zodiac)
વ્યાપારના કારક એવા બુધદેવ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરીને આ રાશિના દશમ ભાવમાં રહેશે. એવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરાયેલી મહેનત અને ધગશનું ફળ હવે તમને મળવા જઇ રહ્યું છે. તમને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઇ શકે છે. આની સાથોસાથ, તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઇ શકે છે. કાર્યસ્થળે તમારો દબદબો રહેશે. ઉપરાંત, ભાઇ-બહેનોની સાથેના સંબંધોમાં મધુરતા આવી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જમીન-જાયદાદની બાબતોમાં પણ તમને સફળતા મળી શકે છે. સમાજમાં પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઇ શકે છે. સંતાન દ્વારા ઉદ્ભવેલી સમસ્યાઓનું નિરાકરણ થઇ શકે છે તથા સંતાનની ઉન્નતિ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: