મુંબઈ,
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન ૧૧ના ફાઈનલ મુકાબલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને ૮ વિકેટે હરાવી ત્રીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૭૯ રનના ટાર્ગેટને CSKની ટીમે ૧૮.૩ ઓવરમાં જ વટાવી શાનદાર જીત મેળવી હતી.
Everywhere we go! We are the Chennai Boys and we are the #SuperChampions! #WhistlePodu pic.twitter.com/iVqQnMeXAi
— Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2018
આ જીત સાથે જ ચેન્નઈની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ બાદ IPLના ઈતિહાસમાં ત્રીજી વાર ચેમ્પિયન બની છે. આ પહેલા CSK ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેમ્પિયન બની હતી.
Chennai are Super Kings. A fairytale comeback as @ChennaiIPL beat #SRH by 8 wickets to seal their third #VIVOIPL Trophy 🏆🏆🏆. This is their moment to cherish, a moment to savour. pic.twitter.com/ABMnOGiEkg
— IndianPremierLeague (@IPL) May 27, 2018
ચેન્નઈ સુપર કિંગ્સના ફાઈનલ મુકાબલામાં મળેલા શાનદાર જીતના હિરો ઓપનર બેટ્સમેન શેન વોટસન, સુરેશ રૈના અને લુંગી એન્ગીડી રહ્યા હતા, પરંતુ કાંગારું ઓલરાઉન્ડર વોટસનને ૧૧૭ રનની મેચ વિનિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા SRHની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન ગોસ્વામી માત્ર ૫ રન બનાવી રન આઉટ થયો હતો જયારે શિખર ધવન ૨૫ બોલમાં ૨૬ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન કેન વિલિયમસને ૩૬ બોલમાં ૨ સિક્સર અને ૫ ચોક્કા સાથે ૪૭ રન ફટકાર્યા હતા.
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા સ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન યુસુફ પઠાણે માત્ર ૨૫ બોલમાં ૪૫ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. ૪૫ રનની ઇનિંગ્સમાં પઠાણે ૨ સિક્સર અને ૪ ચોક્કા ફટકાર્યા હતા. જયારે મેચની અંતિમ ઓવરોમાં કેરેબિયન ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેઇટે ૧૧ બોલમાં ૩ ગગનચુંબી સિક્સર સાથે ૨૧ રન બનાવ્યા હતા.
ટોચ જીતીને પ્રથમ બોલિંગ કરવા માટે ઉતરેલી ચેન્નઈની ટીમ તરફથી સ્પિન બોલર કર્ણ શર્મા, ઝડપી બોલર લુંગી એન્ગીડી અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
સનરાઈઝ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૭૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમે ૧૮.૩ ઓવરમાં જ બે વિકેટના નુકશાને વટાવી જીત પોતાના નામે કરી હતી. ૧૭૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ૧૦ રન બનાવી ઝડપી બોલર સંદીપ શર્માનો પ્રથમ શિકાર બન્યો છે, જયારે સુરેશ રૈના ૨૪ બોલમાં ૩૨ રન બનાવી આઉટ થયો છે.
💯!!! Watto, you beauty!!
Boss innings from @ShaneRWatson33. This is his second century in #VIVOIPL 2018. pic.twitter.com/ih7vijZTjh
— IndianPremierLeague (@IPL) May 27, 2018
બીજી બાજુ ટીમનો એક છેડો સાચવી રાખી સ્ફોટક ઓપનર બેટ્સમેન શેન વોટસને માત્ર ૫૭ બોલમાં બોલમાં અણનમ ૧૧૭ રન બનાવ્યા છે. વોટસને ૧૧૭ રનની તૂફાની ઇનિંગ્સમાં ૮ ગગનચુંબી સિક્સર અને ૧૧ ચોક્કા ફટકાર્યા હતા. જયારે અંબાતી રાયડુ ૧૬ રન બનાવી અણનમ રહ્યો હતો. SRHની ટીમ તરફથી ઝડપી બોલર સંદિપ શર્મા અને કાર્લોસ બ્રેથવેઇટે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
