Not Set/ કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ધમકી આપનાર આરોપીની અમદાવાદથી કરાઈ ધરપકડ

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ મીડિયામાં ધમકી આપવા મામલે પોલીસને સફળતા મળી છે. પ્રિયંકા ચતુર્વેદીને ટ્વીટર પર ધમકી આપનાર મુખ્ય આરોપી ગિરીશની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રવક્તાને ટ્વીટર પર સગીર વયની બાળકીનો બળાત્કાર કરવાની ધમકી મળી હતી અને ત્યારબાદ તેઓએ ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ મીડિયામાં ધમકી આપવા મામલે પોલીસને સફળતા મળી છે. પ્રિયંકા ચતુર્વેદીને ટ્વીટર પર ધમકી આપનાર મુખ્ય આરોપી ગિરીશની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પ્રવક્તાને ટ્વીટર પર સગીર વયની બાળકીનો બળાત્કાર કરવાની ધમકી મળી હતી અને ત્યારબાદ તેઓએ ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદના આધારે જ મુંબઈ પોલીસને આ કેસ આપવામાં આવ્યો હતો.

ગિરીશ નામના આરોપીએ પ્રિયંકા ચતુર્વેદીની ૧૦ વર્ષીય બાળકીને લઇ અભદ્ર ટિપ્પણી કરી હતી.

DCP દીપક દેવરાજના જણાવ્યા અનુસાર, “ગોરેગાવ પોલીસ દ્વારા આર્ટિકલ ૫૦૯ અને આઈટી એક્ટ POCSO હેઠળ આ મામલો પોલીસમાં દર્જ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, “ટ્વીટર હેન્ડલ ‘@GirishK1605 ‘નો ઉપયોગ કરવાવાળા એક અજ્ઞાત વ્યક્તિ વિરુધ ફરિયાદ નોધાઇ હતી”.

આ પહેલા ટ્વીટર આપત્તિજનક ટ્વીટ કરવા કર્યા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ રિટ્વીટ કરતા કહ્યું, “ભગવાન રામના ટ્વીટર હેન્ડલ ચલાવીને પહેલા તો મારા ખોટા નિવેદનો લગાવી રહ્યા છો, પછી મારી દીકરી વિષે અભદ્ર ટિપ્પણી કરે છે, કઈક શરમ હોય તો ચુલ્લુ ભર પાણીમાં ડૂબી મારો, બાકી તમારા જેવા નીચ વિચારોવાળા વ્યક્તિને ભગવાન રામ જ પાઠ ભણાવશે”.

મહત્વનું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ટ્વીટર ટ્રોલમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. સાથે સાથે આ વ્યક્તિએ તેઓની પુત્રીને લઈને પણ અભદ્ર ટિપ્પણી કરી હતી.

પ્રિયંકા ચતુર્વેદીને ધમકી આપનાર આ વ્યક્તિના ટ્વીટર એકાઉન્ટના ડીપીની જગ્યાએ ભગવાન રામનું ચિત્ર છે અને પ્રોફાઈલ જાય શ્રી રામના નામથી બનેલી છે.