Gujarat Weather/ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,12 જિલ્લામાં યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાત (Gujarat) માં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, અને હવામાન વિભાગે (Weather Department) આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે, 29 જુલાઈના રોજ, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની શક્યતાને લીધે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ટ્રફલાઇન પસાર થઈ રહી છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આ ટ્રફલાઇનના પ્રભાવથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, દરિયામાં ઉચ્ચ તરંગોની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

સોમવારે રાજ્યના 132થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4.5 ઇંચ, છોટા ઉદેપુરમાં 3.25 ઇંચ અને બોડેલીમાં 3 ઇંચ નોંધાયો હતો. આ ઉપરાંત, 30 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ સોમવારે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી હતી અને વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે ધરોઈ ડેમના દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ હતી. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે.

હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યૂસેક પાણીની આવકથી ડેમની સપાટીમાં 1.5થી 2 મીટરનો વધારો થવાની શક્યતા છે, જોકે આનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 33 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે, અને હાલ પાણીની આવક 76,200 ક્યૂસેક છે. નર્મદા નિગમના અધિકારીઓ ડેમ પર સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને 60% ભરેલો રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે લાંબા ગાળાની આગાહી કરતાં જણાવ્યું કે આગામી મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે. એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત