સોમવારે યુપીની 11 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પુલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે. મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે સોમવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન કરવામાં આવશે. આ 11 બેઠકો પર 110 ઉમેદવારો મેદાનમાં છે. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
આ તૈયારીઓની વચ્ચે લોકસભાની ચૂંટણી 2019 માં ચર્ચામાં રહેલી પોલિંગ ઓફિસર રીના દ્વિવેદી ફરી એકવાર સમાચારોમાં છે. તે ચૂંટણીની તૈયારી માટે રવિવારે રામાબાઈ આંબેડકર મેદાનમાં ઉપસ્થિત રહી હતી. તેમને જોતા જ ત્યાં સેલફી માટે લોકોની ભીડ જોવા મળી હતી.
આ વખતે પણ તે તેના ટ્રેડિશનલ લુક એટલે કે યલો સાડીમાં જ હતી. લખનઉ કેન્ટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં, તેમની ફરજ કૃષ્ણનગરની મહાનગર ઇન્ટર કોલેજ પર લાગુ કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ તેમણે લોકોને ભારે મતદાન કરવાની અપીલ કરી છે.
તે જ સમયે, રાજકીય પક્ષોએ પણ આ પેટા-ચૂંટણીઓ માટે સંપૂર્ણ બળ સાથે પ્રચાર કર્યો હતો. ભાજપ આ ચૂંટણીઓથી સાબિત કરવા માંગશે કે સમયાંતરે પક્ષની લોકપ્રિયતા વધી છે, જ્યારે સપા અને બસપા યુપી 2022 ની વિધાનસભાની ચૂંટણી જીતવા થોડો વિશ્વાસ મેળવવા માંગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
