IMD Heavy Rain Forecast India: દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હજુ વરસાદનો વધુ એક સક્રિય તબક્કો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું, વીજળીના કડાકા અને ઝડપી પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદ 12થી 21 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે.
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
દિલ્હીમાં 11 સપ્ટેમ્બર સુધી વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા, કાનપુર, વારાણસી અને ગોરખપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ(Heavy Rain) સાથે ઝડપી પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે. બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર અને ભોજપુર સહિત અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સાથે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઝારખંડમાં રાંચી અને જમશેદપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પહાડી રાજ્યોમાં લેન્ડસ્લાઇડનું જોખમ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને(Heavy Rain) કારણે મુશ્કેલી વધી શકે છે. દહેરાદૂન અને નૈનીતાલ ઉપરાંત હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ પણ વધી શકે છે.
રાજસ્થાનથી ગુજરાત સુધી વરસાદી માહોલ
રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા અને બિકાનેરમાં ભારે વરસાદ(Heavy Rain) સાથે ઝડપી પવનની શક્યતા છે. મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનમાં પણ પવન સાથે વરસાદી માહોલ રહેવાની આગાહી છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને આસામમાં પણ ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.
ખેડૂતો માટે વરસાદ બની શકે છે ફાયદાકારક
મોન્સૂનના આ વધારાના(Heavy Rain) વરસાદથી ખેતીની જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહેવાની શક્યતા છે. જેના કારણે પાક માટે આ વરસાદ ઉપયોગી બની શકે છે. જોકે, જ્યાં ભારે વરસાદ પડે ત્યાં પાણી ભરાવા અને પાકને નુકસાનનું જોખમ પણ રહે છે. આ વર્ષે દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાની માહિતી છે. હવે મોન્સૂનની વિદાય પહેલાં થનારો આ વરસાદ ખેડૂતો અને પાણીના સ્ત્રોતો માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ પણ વાંચો: ચોમાસું સક્રિય, 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
આ પણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી: એરપોર્ટ પર પાણી ભરાયા, 400થી વધુ ફ્લાઇટ મોડી
