india weather update/ ચોમાસું સક્રિય, 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

Weather Alert: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સહિતના 22 રાજ્યોમાં ભારે વરસાદ સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા.

Top Stories India
Weather

India Weather Update: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 7 સપ્ટેમ્બરે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે પૂર્વોત્તર અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે.

7 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેવાની શક્યતા

IMDના જણાવ્યા અનુસાર, 7 સપ્ટેમ્બર સુધી ચોમાસાની ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા છે. ત્યારબાદ હવામાનમાં ફેરફારને કારણે ચોમાસાની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે.

વરસાદથી તાપમાનમાં ઘટાડો

હાલમાં પડી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં તાપમાન વચ્ચે માત્ર 2થી 3 ડિગ્રીનો તફાવત નોંધાઈ રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓએ આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


આ પણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી: એરપોર્ટ પર પાણી ભરાયા, 400થી વધુ ફ્લાઇટ મોડી

આ પણ વાંચો: વરસાદની અછતને કારણેે કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની કોંંગ્રેસની ઉગ્ર માગ, 50 સ્થળે કોંગ્રેસનો યજ્ઞ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર સંકટ! વિધાનસભામાં 116 નોટિસ, 10થી વધુ જિલ્લાઓમાં અછતની ચિંતા