Haji Ramakdu Padma Shri Voter List Controversy: જૂનાગઢમાં એક તરફ પદ્મશ્રી એવોર્ડની ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ રાજકીય વિવાદ વકર્યો છે. જૂનાગઢના જાણીતા સમાજસેવી હાજી રમકડું (હાજી અબ્દુલ રહેમાન મુસાભાઈ લુણી), જેમને તાજેતરમાં જ પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે, તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ભાજપના જ એક નગરસેવકે અરજી કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

Haji Ramakdu: શું છે સમગ્ર વિવાદ?
ભારત સરકાર દ્વારા હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતા ધારાસભ્ય સહિતના આગેવાનોએ તેમના ઘરે જઈ સન્માન કર્યું હતું, પરંતુ આ ગૌરવની ક્ષણ વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. જૂનાગઢ વોર્ડ નં. 7ના ભાજપના નગરસેવક સંજય મણવરે ફોર્મ નં. 7 રજૂ કરીને હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવા માટે અરજી કરી છે. આ અરજીમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે તેઓ જૂનાગઢથી અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે. એક તરફ નેતાઓ તેમના ઘરે જઈને સન્માન કરી રહ્યા છે અને બીજી તરફ તેઓ ત્યાં રહેતા નથી તેવું કારણ આપી નામ કમી કરવાની અરજી થતા લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ ફાટી નીકળ્યો છે.

વિપક્ષનો આકરો પ્રહાર અને હોબાળો
કોંગ્રેસના નગરસેવકો બાદ હવે પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાની પેરવી થતા રાજકીય મામલો વધુ ગરમાયો છે. જૂનાગઢ મનપાના વિપક્ષી નેતાએ આ મુદ્દે ભાજપ અને ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષ દ્વારા એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પદ્મશ્રીનું અપમાન કરનાર ભાજપના નગરસેવક સામે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે.
ચકચાર કેમ મચી?
હાજી રમકડું જૂનાગઢનું ઘરેણું ગણાય છે. બે દિવસ પહેલા જ જેમની પદ્મ એવોર્ડ માટે પસંદગી થઈ હોય અને જેમની મુલાકાત ખુદ સત્તાધારી પક્ષના નેતાઓ લેતા હોય, તેમને જ “સ્થળાંતરિત” ગણાવી મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજીએ ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ અને સંકલનનો અભાવ ખુલ્લો પાડ્યો છે.
આ પણ વાંચો:સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી 6 ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો…
આ પણ વાંચો:સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લીધ
