Gujarat News/ ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગુજરાતમાં 2585 રૂપિયાના ભાવે Wheatની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.1 ફેબ્રુઆરીથી 01 માર્ચ સુધી VCE મારફતે નોંધણી કરાવી શકાશે.

Top Stories Gujarat Others
Wheat

Wheat MSP Gujarat 2026 Registration: ગુજરાત સરકાર દ્વારા રવિ સીઝન 2026-27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો કરી રૂ. 2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે.

નોંધણી અને ખરીદીનું ટાઈમટેબલ (Wheat)

ચણા, રાયડો અને જીરા જેવી રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ખેડૂતો 01 ફેબ્રુઆરીથી 01 માર્ચ, 2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે, જ્યારે ખરીદીનો સમયગાળો 04 માર્ચથી 15 મે, 2026 સુધીનો રહેશે. આ નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે ઓનલાઇન કરાવી શકાશે.

Wheat

 નોંધણી માટે જરૂરી પુરાવા (Documents)

ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ અસલ આધાર કાર્ડની નકલ, અદ્યતન 7/12 અને 8-અ ના ઉતારા સાથે રાખવાના રહેશે. જો 7/12 માં વાવણીની નોંધ ન હોય, તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો રજૂ કરવો પડશે. આ ઉપરાંત, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જરૂરી છે. નોંધણી પ્રક્રિયામાં ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે અંગૂઠાનું નિશાન લેવું ફરજિયાત છે.

Wheat

ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો

ટેકાના ભાવે રવિ પાકોની ખરીદી માટે નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીના સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે. ખેડૂતોએ પાક વેચવા જતી વખતે પણ પોતાનું અસલ આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. ખાસ નોંધ લેવી કે જો કોઈ ખેડૂતે ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હશે, તો તેમની નોંધણી તાત્કાલિક રદ કરી દેવામાં આવશે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે.

જો ખેડૂતોને નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી કે પ્રશ્ન હોય, તો તેઓ હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે.


આ પણ વાંચો: ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં જ ભ્રષ્ટાચારને મળ્યો ‘ટેકો’

આ પણ વાંચો: આજથી મગફળી-ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ,CCTV નિગરાનીમાં પારદર્શી પ્રક્રિયા

આ પણ વાંચો: રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી અંગે સૌથી મોટા સમાચાર