Bharuch Shuklatirth Crime News: ભરૂચ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ શુકલતીર્થ નજીક નર્મદા નદીના કિનારે આવેલા રેતીના લીઝ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જેસીબી (JCB) મશીનના બકેટ નીચે દબાયેલો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Bharuch : ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
નદી કિનારે રેતીની લીઝ વિસ્તારમાંથી જેસીબીના વિશાળ બકેટ નીચે એક લાશ પડી હોવાની જાણ થતાં જ આસપાસના મજૂરો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અસાધારણ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

હત્યા, અકસ્માત કે આત્મહત્યા?
પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માતની છે કે પછી યુવકની હત્યા કરીને લાશને જેસીબી નીચે છુપાવવાનો પ્રયાસ કરાયો છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પોલીસે રહસ્યના પડદા પાછળનું સત્ય જાણવા માટે મૃતદેહને કબજે કરીને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોલીસના મતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ શંકાસ્પદ મોતના સાચા કારણનો ખુલાસો થશે અને તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
