Not Set/ સુરત/ મોબાઇલ ટાવર પર ચઢેલા યુવકને કરંટ લાગતા મોત, પરિવારે મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇનકાર

સુરતમાં આવેલા પાંડેસરાના ભેસ્તાર વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું છે.  મોબાઇલ ટાવર પર રીપેરીંગ કામ માટે ચઢેલા યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જીવંત વીજ તાર અડી જવાના કારણે મોબાઇલ ટાવર પર જ યુવકનું મોત થયું હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવકના મોતને લઇ […]

Gujarat Surat

સુરતમાં આવેલા પાંડેસરાના ભેસ્તાર વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું છે.  મોબાઇલ ટાવર પર રીપેરીંગ કામ માટે ચઢેલા યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જીવંત વીજ તાર અડી જવાના કારણે મોબાઇલ ટાવર પર જ યુવકનું મોત થયું હતુ.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવકના મોતને લઇ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. મૃતક 20  વર્ષીય સુશાંત રાઉ સુરતના ડીંડોલીના ખોડિયાર નગરનો રહેવાસી છે.

આપને જણાવી દઈએ કે,સુરતની સિવિલ હોસ્પિટલ સાથે વિરોધ પ્રદર્શન કરી દેખાવ કર્યો છે.તેમજ સંપૂર્ણ ઘટનાની તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. તો પરિવાર દ્વારા મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.