વરસાદને કારણે રાજ્ય ભરમાં રોડ અને રસ્તાની હાલત ખુબ જ ખરાબ થઇ ગઇ છે, ત્યારે રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં પણ રોડ અને રસ્તા જાણે ખાડા ખબડાનાં જ હોય તેવી હાલત છે, રોડ ઉપર વરસાદી પાણી પડતા જાણે કે રસ્તા ઉપરથી ભ્રસ્ટાચારનાં પોપડા ઉખડતા હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ જિલ્લાનું જેતપુર અને તેના રસ્તા જે જોતા જ એવું લાગે કે કોઈ કાદવથી ભરેલા શહેરમાં આવી ગયા હોય, શહેરનાં તમામ મુખ્ય માર્ગોની હાલત ખુબ જ દયનિય અને ભંગાર છે. દરેક રસ્તા ઉપર મોટા મોટા ખાડા જોવા મળે છે, શહેરમાં અંદર પ્રવેશવાની સાથે જ જાણે કે કોઈ ખાડા ખાબડનાં પ્રદેશમાં આવી ગયા હોય તેવો આભાસ થાય છે. જેમાં નવાગઢ વિસ્તારથી શરૂ કરો તો અહીં શહેરનાં મુખ્ય પ્રવેશ દ્વારા એવા આ રસ્તાની હાલત તો ખુબ જ ખરાબ છે. રોડ ઉપર એક ફૂટ થી લઈ ને બે ફૂટ સુધીનાં ખાડા જોવા મળે છે. જયારે વાહન ચાલકોને આ રોડ ઉપરથી ચાલતા જોવો એટલે એવું લાગે કે વાહનો કોઈ નૃત્ય કરતા ના હોય તેવો આભાસ થાય છે,
જયારે જેતપુરમાંથી પસાર થતો રાજકોટ પોરબંદર હાઇવેની હાલત પણ ખુબ જ ખરાબ રહી છે, પણ બે થી ત્રણ કિલોમીટર નાં અંતરમાં દરેક જગ્યાએ ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે, અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આ ખાડાને હિસાબે વારંવાર અકસ્માતનો ભય રહે છે અને છાસ વારે અહીં અકસ્માત એ સામાન્ય બાબત બની ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
