India EU FTA Benefit Surat Business: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@2047’ ના વિઝનને સાકાર કરવા માટે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો મુક્ત વેપાર કરાર (FTA) એક મોટો માઈલસ્ટોન સાબિત થશે. આ કરાર હેઠળ યુરોપના બજારોમાં ભારતને ‘ઝીરો ડ્યુટી’ (શૂન્ય ટેક્સ) નો લાભ મળતા સુરતના કાપડ, ડાયમંડ અને કેમિકલ ઉદ્યોગોમાં નિકાસનો નવો જુવાળ આવશે.
Suratના કાપડ ઉદ્યોગને પાંખો મળશે
યુરોપિયન યુનિયન ભારતની ટેક્સટાઇલ નિકાસ માટે બીજું સૌથી મોટું માર્કેટ છે, જ્યાં અત્યાર સુધી કાપડ પર 12% જેટલી ડ્યુટી લાગતી હતી, પરંતુ હવે તે શૂન્ય થઈ જશે. સુરત મેન-મેડ ફાઇબર (MMF) અને સિન્થેટિક ટેક્સટાઇલનું મુખ્ય હબ હોવાથી આ નિર્ણયથી સુરતના ઉદ્યોગને મોટો ફાયદો થશે. આ ફેરફારને કારણે યાર્ન, રેડીમેડ ગાર્મેન્ટ્સ અને હોમ ટેક્સટાઇલ્સની નિકાસમાં ધરખમ વધારો થશે અને યુરોપનું 263 બિલિયન ડોલરનું વિશાળ માર્કેટ હવે સુરતના વેપારીઓ માટે ખુલ્લું મુકાશે.

રત્ન-ઝવેરાત અને હીરા ઉદ્યોગની ચમક વધશે
વિશ્વના સૌથી મોટા હીરા પ્રોસેસિંગ સેન્ટર તરીકે સુરત આ કરારનો સીધો લાભ લેશે. સુરતમાં હાલ 5,000 થી વધુ હીરાના એકમો અને SEZ માં 250 થી વધુ જ્વેલરી એકમો કાર્યરત છે, જેમના માટે આ કરાર નવી તકો લાવશે. FTA હેઠળ યુરોપિયન યુનિયન (EU) ના 79 બિલિયન ડોલરના વિશાળ બજારમાં ભારતીય ઝવેરાતની નિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ધરખમ વધારો જોવા મળશે.
કેમિકલ અને સીફૂડ નિકાસમાં ઉછાળો
દક્ષિણ ગુજરાત રાજ્યના કેમિકલ GVA (ગ્રોસ વેલ્યુ એડેડ) માં 70% જેટલો જંગી ફાળો આપે છે, જે આ વિસ્તારની આર્થિક તાકાત દર્શાવે છે. નવા કરાર મુજબ, 97.5% રાસાયણિક નિકાસ પર હવે ઝીરો ડ્યુટી લાગશે, જેનાથી કેમિકલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે મોટો ફાયદો થશે. આ ઉપરાંત, સીફૂડ સેક્ટરમાં પણ 26% સુધીના ટેરિફ ઘટાડા સાથે ગુજરાતના દરિયાઈ ઉત્પાદનો યુરોપના કિચન સુધી હવે વધુ સરળતાથી અને સ્પર્ધાત્મક ભાવે પહોંચી શકશે.

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) – સુરત
આ તકોને વાસ્તવિકતામાં બદલવા માટે એપ્રિલ 2026 માં સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ યોજાશે. આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને યુરોપિયન યુનિયનની માંગ સાથે સીધા જોડવા માટે વ્યૂહાત્મક મંચ પૂરો પાડશે.
આ પણ વાંચો: ભારત-EU મેગા ડીલ! ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપ વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’
આ પણ વાંચો: રોકાણકારોમાં ભારે કન્ફ્યુઝન! ચાંદીમાં એક મહિનામાં 36% નો ઉછાળો, બિટકોઈન સુસ્ત!
આ પણ વાંચો: ભારત–EU સમિટ 2026, FTA, સંરક્ષણ કરાર અને યુરોપમાં ભારતીયોને રોજગાર અંગે મોટી જાહેરાતની તૈયારી
