Not Set/ ઉન્નાવ બળાત્કાર કેસ(બીજો કેસ): પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સજા થશે કે કેમ? કોર્ટ 16 ડિસેમ્બરે લેશે નિર્ણય

દેશભરની જેના પર નજર છે અને ભૂતકાળમાં ખુબ ચર્ચામાં રહેલો તો સાથે સાથે બળાત્કારની પીડિતાને એક્સિડન્ટથી મારવાની કોશિશનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તે, ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે મંગળવારે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હાઇપ્રોફાઇલ ગણાતા આ કેસમાં કોર્ટ હવે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સજા કરશે કે નહીં તે અંગે 16 ડિસેમ્બરે ચુકાદો આપશે. […]

Top Stories India

દેશભરની જેના પર નજર છે અને ભૂતકાળમાં ખુબ ચર્ચામાં રહેલો તો સાથે સાથે બળાત્કારની પીડિતાને એક્સિડન્ટથી મારવાની કોશિશનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તે, ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે મંગળવારે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હાઇપ્રોફાઇલ ગણાતા આ કેસમાં કોર્ટ હવે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સજા કરશે કે નહીં તે અંગે 16 ડિસેમ્બરે ચુકાદો આપશે.

આપને જણાવી દઈએ કે ઉન્નાઓ બળાત્કાર કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર હાલમાં તિહાર જેલમાં બંધ છે. દિલ્હીની ટીસ હજારી કોર્ટે 2017માં જ હાંકી કાઢેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ ઉન્નાવમાં એક સગીર બાળકીના બળાત્કાર કેસમાં ઓગસ્ટમાં આરોપો નક્કી કર્યા હતા. સગીર બાળકીના અપહરણના કેસમાં જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સેંગરના ભાગીદાર શશી સિંહ સામે પણ આરોપો ઘડ્યા હતા. 

ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી (ગુનાહિત કાવતરું),  363 (અપહરણ),  366 (લગ્ન માટે સ્ત્રીનું અપહરણ અને દબાણ કરવા), 376 (બળાત્કાર) અને બાળ જાતીય ગુનાઓ સંરક્ષણ અધિનિયમ (પીઓસીએસઓ) ની સંબંધિત કલમો હેઠળ આરોપો ઘડાયા છે. 

સીબીઆઈએ ગુરુવારે દિલ્હીની અદાલતમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના ભાઈએ પીડિત યુવતીના પિતા પર હુમલો કર્યો હતો અને ત્રણ રાજ્ય પોલીસ અધિકારીઓ અને પાંચ અન્ય લોકોને શસ્ત્ર કાયદાના કેસમાં ફસાવી દીધા હતા. તપાસ એજન્સીએ જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માને જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને તેના સાથીઓએ રેપ પીડિત 17 વર્ષીય યુવતીનાં પિતા પાસે દેશી પિસ્તોલ અને પાંચ કારતૂસ હોવાનો આરોપ લગાવતાં એફઆઈઆર નોંધાવી હતી.

હકીકતમાં, ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર વર્ષ 2017 માં એક સગીર પર બળાત્કાર કરવાનો આરોપ મૂકાયો છે. આ કેસના સંદર્ભમાં, 28 જુલાઈએ પીડિતા, તેના વકીલ અને પરિવારના અન્ય સભ્યો રાયબરેલી જઇ રહ્યા હતા. ત્યારે તેમની કારને ટ્રક સાથે ટકરાઈ હતી. આમાં પીડિતાની કાકીનું મોત નીપજ્યું હતું. પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પીડિતા અને તેના વકીલને એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. પીડિતાએ સીબીઆઈ સામે અકસ્માત પાછળ સેંગરનો હાથ હોવાનું કહ્યું હતું. 

સેંગરના સાથીઓએ ગેરકાયદેસર હથિયારો રાખવાના આરોપમાં 3 એપ્રિલ, 2018 ના રોજ તેના પિતાને ત્રાસ આપ્યો હતો અને તેને ફસાવી દીધો હતો. 9 એપ્રિલ, 2018 ના રોજ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેનું મોત નીપજ્યું હતું. કોર્ટે અગાઉ સેંગર અને તેના ભાઇ અતુલ સેંગર અને નવ અન્ય લોકો સામે પીડિતાના પિતાની હત્યાના આરોપો અને અન્ય આરોપો મૂક્યા હતા. કોર્ટે સેંગર અને સહ આરોપી શશી સિંહ વિરુદ્ધ બળાત્કારના આરોપો પણ નક્કી કર્યા છે.

ખુબ ચર્ચા સ્પદ રહેલો અને અનેેક આંટાપાંટા બાદ આજે સોમવારે દિલ્હીની કોર્ટ દ્વારા કુલદિપ સેંગર અને તમામ સામે કેસ ચાલી ગયા બાદ કોર્ટ દ્વારા આગામી 16 ડિસેમ્બરે ચુકાદો આપશે ત્યાં સુધી આ ચૂકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.