Not Set/ જકાર્તામાં મોદીની રાજનીતિક સ્ટાઈલથી ચીન રહી ગયું દંગ, સબંગ બંદર પર ભારતની પકડ

ચીન તરફની વિદેશનીતિમાં ક્યારેક જ એવો સંજોગ બન્યો હશે જયારે ભારતે પગલું ઉઠાવ્યું હોય અને પ્રતિક્રિયા ચીને આપી હોય. ભારતના પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ચીનની પ્રતિક્રિયા ભારત તરફ ચોકાવી દેનાર છે. જે રીતે ઇન્ડોનેશિયા ભારતને યુદ્ધ-સબંધી મહત્વપૂર્ણ સબાંગ બંદરની આર્થિક અને સૈન્ય ઉપયોગ માટે મંજુરી આપી છે. જેની પ્રતિક્રિયાના કારણે ચીનમાં ખલબલી મચી ગઈ […]

India World

ચીન તરફની વિદેશનીતિમાં ક્યારેક જ એવો સંજોગ બન્યો હશે જયારે ભારતે પગલું ઉઠાવ્યું હોય અને પ્રતિક્રિયા ચીને આપી હોય. ભારતના પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ચીનની પ્રતિક્રિયા ભારત તરફ ચોકાવી દેનાર છે. જે રીતે ઇન્ડોનેશિયા ભારતને યુદ્ધ-સબંધી મહત્વપૂર્ણ સબાંગ બંદરની આર્થિક અને સૈન્ય ઉપયોગ માટે મંજુરી આપી છે.

જેની પ્રતિક્રિયાના કારણે ચીનમાં ખલબલી મચી ગઈ છે. જેને ચીન માટે મોટો ઝટકો માની શકાય છે.

સબાંગ બંદર પર ડ્રેગનની નજર:

ખરેખર, ઈન્ડોનેશીયાનું સબાંગ બંદર પોતાની ભૌગોલિક ખાસિયતના કારણે યુદ્ધ માટે ખુબ અગત્ય બંદરોમાંનું એક બંદર છે. આ દ્વીપ સુમાત્રાના ઉત્તરી છેડા પર છે, આ બંદરનું ઊંડાણ લગભગ ૪૦ મીટર જેટલું છે. આટલા ઊંડાણના કારણે તેમાં સબમરીનો અને યુદ્ધ જહાજોને સરળતાથી ઉપયોગ કરી શકાય છે. જેના કારે આ બંદર ખ્હુબ ઉપયોગી માનવામાં આવે છે. ચીની વિસ્તારવાદી નીતિના કારણે આ બંદરની ખાસિયતો પર શરૂઆતથી જ ચીનની નજર છે.

આ બંદરની યુદ્ધ ઉપયોગીતાનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને આ દ્વીપનો ઉપયોગ પોતાના સૈન્ય ઠેકાણા તરીકે કર્યો હતો. જાપાને આ જહાજો આ બંદર પરથી તૈયાર કર્યા છે.

ભારત માટે પણ આ બંદર ખુબ ઉપયોગી છે. સબાંગ ભારતના અંડમાન નિકોબાર દ્વીપથી માત્ર ૭૧૦ કિલોમીટર દુર જ છે. હિન્દ મહાસાગરમાં ચીનની નજરન તથા અભિરુચિ પર અંકુશ લગાવવા માટે સબાંગ બંદર ભારત માટે ખુબ જરૂરી બંદર છે. ચીનની એ વાતની ચિંતા છે કે જો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સબાંગ બંદરને લઈને સમજુતી થશે તો આ સમજુતી ચીનના હિતો વિરુદ્ધ હશે.