Surat News/ સુરતમાં દંપતીએ રૂ. 15.57 કરોડની ઠગાઈ આચરી

સુરત શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Surat Fraud)આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે

Gujarat Surat
સુરત શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Surat Fraud)આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે

Surat News : સુરત શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Surat Fraud)આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દંપતીએ ઈન્ડસિંક એક્સિમ કંપની સાથે કુલ રૂ.15.57 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

ફરિયાદ અનુસાર, આરોપીઓએ કંપનીનો વિશ્વાસ કેળવી અલગ-અલગ વ્યવહારોમાં બોગસ દસ્તાવેજો અને ચુકવણીના ખોટા પુરાવાનો ઉપયોગ કર્યો હતો.

બોગસ UTR બતાવી ચુકવણીનો વિશ્વાસ અપાવ્યો

આરોપીઓએ કંપનીને ચુકવણી કરી હોવાનું દર્શાવવા માટે બોગસ UTRના (Fake UTR Scam)સ્ક્રીનશોટ મોકલ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રીતે કંપનીને રકમ ચૂકવાઈ રહી હોવાનો વિશ્વાસ અપાવી માલ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે.

આ ઉપરાંત, દંપતીએ કંપનીને બોગસ ચેક (Fake Cheque)પણ આપ્યા હતા. શરૂઆતમાં વ્યવહાર સામાન્ય હોવાનું જણાતું હતું, પરંતુ બાદમાં ચેકો બેંકમાં જમા કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો.

બોગસ ચલણ પર રૂ.10.62 કરોડનો માલ

ફરિયાદ મુજબ, આરોપીઓએ બોગસ ચલણોના આધારે આશરે રૂ.10.62 કરોડનો માલ કંપની પાસેથી મેળવ્યો હતો. માલની સામે યોગ્ય ચુકવણી ન થતાં કંપનીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો આરોપ છે.

આ સિવાય કંપનીના નામે રૂ.4.94 કરોડની રકમનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

9 ચેક બાઉન્સ થતાં ભાંડો ફૂટ્યો

દંપતી દ્વારા આપવામાં આવેલા કુલ 9 ચેક બાઉન્સ થતાં કંપનીને શંકા ગઈ હતી. ત્યારબાદ વ્યવહારોની તપાસ કરતાં બોગસ UTR, ખોટા ચુકવણીના પુરાવા અને અન્ય દસ્તાવેજો અંગેની વિગતો સામે આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે કંપની તરફથી ખટોદરા પોલીસ (Khatodara Police)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે દંપતી સામે ફરિયાદ નોંધી સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં શું સામે આવશે?

રૂ.15.57 કરોડ જેટલી મોટી રકમ સંકળાયેલા આ કેસમાં પોલીસે દંપતી દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટ, ચેક, UTR અને કંપની પાસેથી મેળવેલા માલ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થઈ શકે છે.


આ પણ વાંચો : 21 વર્ષ જૂના વીમા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, રૂ.5 લાખનો લાભ લેનાર મુકેશ પટેલ ઝડપાયો

આ પણ વાંચો : નવસારીમાં ભાજપ નેતા અને માતા સામે છેતરપિંડીનો ગુનો, શાળા છુપાવી NA મંજૂરી લેવાનો આક્ષેપ

આ પણ વાંચો : વિદેશ જવાનું સપનું મોંઘું પડ્યું! વસ્ત્રાલના યુવકને 20 લાખમાં કેનેડા મોકલવાની વાત, એડવાન્સ લીધા બાદ કથિત છેતરપિંડી