Entertainment News : દક્ષિણ ભારતીય સિનેમાના સુવર્ણ યુગના સાક્ષી અને વરિષ્ઠ અભિનેત્રી સૌકાર જાનકી (Saukar Janaki) નુ 94 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વધતી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા અને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં ICU માં સારવાર હેઠળ હતા.
દક્ષિણ ભારતીય સિનેમાની સંસ્થા ‘નદિગર સંગમ’ (Nadigar confluence)ના પ્રમુખ નાસર અને અભિનેતા કાયલ દેવરાજે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નાઈના તેયામ્પેટ સ્થિત સેન્ટોફ રોડ ખાતે રાખવામાં આવ્યો છે, જ્યાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો શ્રદ્ધાંજલિ (Tribute)અર્પણ કરી રહ્યા છે.
Saukar Janaki : radio jockey થી શરૂ કરી ભારતીય સિનેમા સુધીની પ્રેરણાદાયી સફર
શંકરમંચી જાનકી (સૌકાર જાનકી) નો જન્મ એક કન્નડ પરિવારમાં થયો હતો. તેમની જીવનયાત્રા અનેક સંઘર્ષો અને સફળતાઓથી ભરેલી રહી છે.ખૂબ નાની ઉંમરે વર્ષ 1947 માં તેમના લગ્ન શંકરમંચી શ્રીનિવાસ રાવ સાથે થયા હતા. ગર્ભાવસ્થા દરમિયાન તેમણે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ ગુવાહાટીની આસામ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તેમને પરિવારમાં બે પુત્રીઓ (યજ્ઞા પ્રભા, સચી) અને એક પુત્ર (વેંકટરમણ) છે.ફિલ્મોમાં પ્રવેશતા પહેલા તેમણે એક સફળ રેડિયો જોકી (RJ) તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
400 થી વધુ ફિલ્મો અને 4 ભાષાઓમાં કલાનો જાદુ
સૌકાર જાનકીએ પોતાના પાંચ દાયકાથી પણ વધુ સમયના ફિલ્મી કરિયરમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાની 400 થી પણ વધુ ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો.વર્ષ 1950 માં એલ.વી. પ્રસાદના નિર્દેશનમાં બનેલી તેલુગુ ફિલ્મ ‘શાવુકારુ’ થી તેમણે અભિનયની શરૂઆત કરી હતી, જે બાદમાં તેમના નામ સાથે ‘સૌકાર’ જોડાઈ ગયું.1952 માં આવેલી ફિલ્મ ‘વલયપતિ‘ થી તેમણે તમિલ સિનેમામાં કદમ મૂક્યો હતો.વર્ષ 1959 માં કન્નડ સિનેમાના મહાન અભિનેતા ડો. રાજકુમાર સાથે તેમણે ‘મહિષાસુર મર્દિની’ (Mahishasura Mardini)ફિલ્મમાં કામ કર્યું હતું, જેને કન્નડ સિનેમાની પ્રથમ પાન-ઇન્ડિયા ફિલ્મ ગણવામાં આવે છે.
આ પણ વાંચો :શ્વેતા તિવારી માટે દુલ્હો શોધી રહી છે મલ્લિકા શેરાવત, કહ્યું- હું તેના માટે એવો માણસ શોધીશ.
આ પણ વાંચો :કંગના રનૌતે બેંગલુરુ હત્યા કેસ પર વ્યક્ત કર્યો ગુસ્સો, ડેટિંગ ટ્રેન્ડ્સ પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો :શ્વેતા તિવારીના ઘરે ઓનલાઈન ઓર્ડરમાં નીકળ્યું ઝુરળ, તુકારામ મુંઢેને કરી ફરિયાદ
