Entertainment News : રામાનંદ સાગરની આઇકોનિક સીરિયલ ‘રામાયણ’ (Ramayan)માં ગુરુ વશિષ્ઠ અને ‘શિરડી કે સાંઈ બાબા’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય થયેલા 86 વર્ષીય સિનિયર એક્ટર સુધીર દળવી (Sudhir Dalvi) ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. ‘સેપ્સિસ’ નામના અત્યંત જોખમી અને જીવલેણ ઇન્ફેક્શનનો ભોગ બન્યા બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી રિકવરી બાદ તેઓ ઘરે તો પરત ફર્યા છે, પરંતુ હજી પણ તેમની શારીરિક સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેઓ વોકરની મદદથી માંડ ચાલી શકે છે.
Sudhir Dalvi : હોસ્પિટલ બિલથી પરિવાર આર્થિક કટોકટીમાં
ઓક્ટોબર 2025 માં દાખલ કરાયેલા સુધીર દળવીની સારવારનું બિલ રૂ. 19 લાખથી વધુ થઈ જતાં તેમનો પરિવાર ભારે નાણાકીય સંકટમાં આવી ગયો હતો. દળવી પરિવારની આ આર્થિક તંગીના સમાચાર સામે આવતાં જ બોલિવૂડ કલાકારો અક્ષય કુમાર, રણબીર કપૂર અને કાર્તિક આર્યને તાત્કાલિક ધોરણે આર્થિક મદદ પૂરી પાડી હતી. આ સિવાય ડિસેમ્બર 2025 માં બોમ્બે હાઈકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ ‘શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ’ (SaiBabaTrust)દ્વારા રૂ. 11 લાખની રકમ સહાય પેટે આપવામાં આવી હતી. દેશ-વિદેશના સાંઈ ભક્તોએ પણ આગળ આવીને આર્થિક ટેકો આપ્યો હતો.
“હવે આર્થિક સહાય નહીં પણ માત્ર પ્રાર્થનાની જરૂર છે”
આ મુશ્કેલ સમય (Difficult times)માં સાથ આપનારા તમામ કલાકારો, સાંઈ ભક્તો અને ટ્રસ્ટનો આભાર માનતાં સુધીર દળવીના ધર્મપત્ની સુહાસ દળવીએ જણાવ્યું કે, હોસ્પિટલના ભયાનક વાતાવરણમાંથી બહાર આવીને સુધીરજી હવે ઘરે વધુ રાહત અનુભવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે હવે પરિવારને કોઈ વધુ નાણાકીય મદદની જરૂર નથી પરંતુ ચાહકોની દિલથી કરેલી પ્રભુ પ્રાર્થનાની જરૂર છે. એટલું જ નહીં, તેમણે ફિલ્મ એસોસિએશનને અપીલ કરી હતી કે તેમને મળતી માસિક આર્થિક મદદ હવે અન્ય કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ કલાકારને આપવામાં આવે.
આ પણ વાંચો :બોક્સ ઓફિસ પર ‘કાલીન ભૈયા’નો પ્રચંડ દબદબો: રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર: ધ મૂવી’ એ મચાવી ધમાલ
આ પણ વાંચો :વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લંડન શિફ્ટ થવા પાછળનું સાચું કારણ આવ્યું સામે
આ પણ વાંચો :માત્ર 2 કરોડના બજેટવાળી ‘હનુમાન અંશ’ 500 કરોડની ‘ટોક્સિક’ પર પડી ભારે
