મુંબઇ,
રાઝી ફિલ્મ હિટ ગયા પછી આલિયા ભટ્ટનું માર્કેટ વધુ ઉચકાયું છે.આલિયા સાથે કામ કરવા ઇન્ડસ્ટ્રીઝના મોટા ડાયરેક્ટર તો તૈયાર છે પરંતુ હવે તેના પરિવારના ફિલ્મમેકર્સ પણ તેને લઇને ફિલ્મ બનાવવા થનગની રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયાને લઈને ભટ્ટ પરિવાર સડક-2 બનાવવાની તૈયારી કરી રહ્યો છે.ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ છે.
સંજય દત્ત અને આલિયાની સાવકી બહેન પુજા ભટ્ટની ફિલ્મ સડક બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ હવે આનો બીજો ભાગ બનાવી રહ્યા છે. જેમાં આલિયાને જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે ફિલ્મને નિહાળવા માટે ચાહકોને હજુ એક વર્ષથી વધારે સમયની રાહ જોવી પડશે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખતા કહ્યુ છે કે સડક ફિલ્મનો બીજો ભાગ હવે બનવા જઇ રહ્યો છે. આલિયાએ પોતાના વિડિયોમાં પ્રથમ ભાગના કેટલાક વિડિયો રજૂ કરી દીધા છે.
આલિયાએકહ્યુ છે કે વાર્તા હવે આગળ વધનાર છે. આલિયા અને આદિત્ય રોય કપૂરની નવી જોડી જોવા મળનાર છે. ફિલ્મને ૨૦૨૦ સુધી પરદા પર રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પોતાના પિતાની સાથે કામ કરવાની આલિયાને પ્રથમ વખત તક મળી રહી છે. તે પોતાની બહેન પુજા ભટ્ટના રોલમાં નજરે પડનાર છે. પોચાની બહેન પુજાની સાથે પણ સ્કીન શેયર કરતી તે નજરે પડનાર છે.
અક્ષે ઉલ્લેખનીય છે કે સંજય દત્ત પણ વર્ષ 1993માં બનેલી ગુમરાહ બાદ આટલા વર્ષો બાદ ભટ્ટની સાથે કામ કરતો નજરે પડનાર છે. આદિત્ય રોય કપુર આ પહેલા આ બેનર હેઠળ હિટ ફિલ્મ આંશિકી-૨ આપી ચુક્યો છે. સડક -2 ફિલ્મ ચાહકો માટે મોટી ફિલ્મ તરીકે રહેશે. વિતેલા વર્ષોની ફિલ્મ સુપરહિટ રહી હતી.
