મુંબઇ,
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ની રાહ ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સમાચાર ફિલ્મના પ્રોડ્યુસર અરબાઝ ખાને કન્ફર્મ કરતા કહ્યું કે ‘હા, ફિલ્મ એપ્રિલથી ફ્લોર પર જતી રહશે. જોકે અત્યાર સુધી અમે શૂટિંગની જગ્યા ફાઇનલમાં કરી નથી. હમણાં અમે માત્ર એટલું જ કહી શકીએ કે ફિલ્મમાં સલમાન ખાન લીડમાં હશે અને તેના ડાયરેક્ટર પ્રભુદેવ હશે.’

આ ફિલ્મની શરૂઆત પહેલા સલમાન ખાન તેની આગલી ફિલ્મ ‘ભારત’ નું શૂટિંગ પૂર્ણ કરશે. હમણાં ફિલ્મ સિટીમાં આ ફિલ્મની શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં 50-60 દાયકાની દિલ્હીની રિક્રાઇએટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘દબંગ 3’ નોઇડાના એક પોલીસવાલાની વાસ્તવિક જીવન પર આધારિત સ્ટોરી છે. આ વિશે જ્યારે અરબાઝને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે યોગ્ય સમયે આ વિશે માહિતી આપવામાં આવશે.

તેમણે કહ્યું, ‘હું સોશિઅલ મીડિયા પર છેલ્લાં ઘણા સમયથી ‘દબંગ 3’ના ચીશે વાંચી રહ્યો છું. કેટલાક લોકો કહે છે કે આ રીમેક છે અને કેટલાક કહે છે કે આ સત્ય ઘટના આધારિત છે. હમણાં હું ફિલ્મ વિશે આ વાત ગુપ્ત રાખવા માંગું છું.’ આપને જણાવી દઈએ કે આગાઉ પ્રભુદેવાના ડાયરેક્શનમાં સલમાન ખાને ફિલ્મ ‘વોન્ટેડ’માં કામ કર્યું હતું જે સુપરહિટ ફિલ્મ સાબિત થિયા હતી.
.jpg)
