ગાંધીનગર, GPSC દ્વારા PSIની પ્રેક્ટિકલ પરીક્ષામાં છબરડો થયાનું સામે આવી રહ્યું છે, ત્યારે પરીક્ષામાં છબરડા મામલે બદનામ ગુજરાતનાંં માથે કંલકમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતીનું કલંક લાગ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
ગાંધીનગપ ખાતે PSIની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયુ હતું. પ્રેક્ટિકલ પરીક્ષામાં દોડ દરમિયાન ઉમેદવારોની ચિપ્સ બંધ હોવાનું બહાર આવ્યું છે. GPSCનાં ચેરમેન દિનેશ દાસાનો ખુલાસો સામે આવ્યો છે. દાસ દ્વારા જણાવવામા આવ્યું હતું કે, રનિંગ દરમ્યાન ટેક્નિકલ એરરને લીધે ચિપ્સ બંધ હતી.
આ છબરડાનાં અંતે તમામ ઉમેદવારોને બે ઓપ્શન આપવામાં આવ્યા હતા. એક કલાક બાદ ઉમેદવારો રનિંગ ટેસ્ટ આપી શકશે અથવા 30 નવેમ્બરે ઉમેદવારો રનિંગનો ટેસ્ટ આપવા ફરી આવે. જો કે એક વાર છબરડો થયો હોવાનાં કારણે મોટાભાગના ઉમેદવારોએ બીજો ઓપ્શન પસંદ કર્યો હતો.
પરંતુ આ મામલે GPSC અને તંત્રએ એક વાર વિચારવું જોઇએ કે જે ને પાછા પરીક્ષા આપવા આવવાની ફરજ પડી છે, તે તમામ લોકો ઉમેદવારો છે અને જ્યાં સુધી સિલેક્ટ ન થાય ત્યાં સુઘી બેરોજગાર પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
