Business News/ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ડિપોઝિટ્સનો પ્રવાહ વધીને 129 અબજ ડોલરને પાર

ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (FCNRB) ડિપોઝિટ સ્કીમ હેઠળ મૂડી પ્રવાહ વધીને 129 અબજ ડોલરને પાર કરી ગયો છે. જાણો આરબીઆઈના નિર્ણય અને અર્થવ્યવસ્થા પર તેની અસર.

Top Stories Trending Business
FCNRB

FCNR(B) Deposit: વિદેશી ચલણમાં નોન-રેસિડેન્ટ બેન્ક (FCNR-B) ડિપોઝિટ સ્કીમને અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. 31 ઓગસ્ટે આ સ્કીમની સમયમર્યાદા પૂર્ણ થઈ હતી. અત્યાર સુધીમાં FCNR(B) ડિપોઝિટ હેઠળનો મૂડી પ્રવાહ 127.22 અબજ ડોલરને પાર પહોંચી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે બેન્કોએ ડિપોઝિટ માટે કરાર કરી લીધો છે, તેમને સ્વેપ ફેસિલિટીનો લાભ લેવા માટે 11 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

મોટાભાગની ડિપોઝિટ 5 વર્ષ માટે

FCNR(B) ડિપોઝિટમાં સ્વેપની મુદત ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષ રાખવામાં આવી છે. RBI સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગનો મૂડી પ્રવાહ પાંચ વર્ષની મુદતવાળી ડિપોઝિટમાં આવ્યો છે. FCNR(B) ઉપરાંત External Commercial Borrowings (ECB) અને Overseas Foreign Currency Borrowings (OFCB) હેઠળ પણ મૂડી પ્રવાહ વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ત્રણેય સ્કીમ હેઠળ 31 ઓગસ્ટ સુધીમાં કુલ મૂડી પ્રવાહ 136.37 અબજ ડોલર રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

RBIએ સ્કીમની સમયમર્યાદા ઘટાડી હતી

FCNRB સ્કીમ અગાઉ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની હતી. જોકે રિઝર્વ બેન્કે તેની સમયમર્યાદા ઘટાડીને 31 ઓગસ્ટ કરી હતી. બીજી તરફ સ્પેશિયલ ECB અને OFCB વિન્ડો 31 ડિસેમ્બર, 2026 સુધી ચાલુ રાખવામાં આવી છે. FCNR(B) ડિપોઝિટ હેઠળ NRIને મળતા વ્યાજ પર ચોક્કસ શરતો હેઠળ કર રાહત પણ આપવામાં આવી છે.

વિદેશી મુદ્રા(FCNRB) ભંડારમાં પણ ફાયદો

FCNRB સ્કીમથી દેશની બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિને મજબૂતી મળવાની સાથે વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ FCNRB ડિપોઝિટની સમયમર્યાદા ઘટાડવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે બજારની બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય વિચારપૂર્વક લેવામાં આવ્યો હતો. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોલરનો પ્રવાહ વધારવા માટે RBIએ કેટલીક શરતો સાથે FCNR(B) ડિપોઝિટ સ્કીમને પ્રોત્સાહન આપ્યું હતું.

બેન્કોની CD પર નિર્ભરતા ઘટી

FCNRB ડિપોઝિટમાં મૂડી પ્રવાહ વધતાં બેન્કોને ભંડોળ ઊભું કરવા માટે Certificate of Deposits (CDs) પર ઓછી નિર્ભરતા રાખવી પડી રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. મળેલા આંકડા પ્રમાણે જૂનમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ CD મારફતે આશરે ₹1.80 લાખ કરોડ ઊભા કર્યા હતા. જ્યારે જુલાઈમાં આ આંકડો ઘટીને લગભગ ₹95,000 કરોડ રહ્યો હતો. ઓગસ્ટમાં પણ CD મારફતે ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિ નીચી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; ચાંદી 2,40,000 ની નીચે સરકી, રોકાણકારોમાં ચિંતા

આ પણ વાંચો:દિલ્હીના આદિત્ય પોદ્દારની પ્રેરણાદાયી સફર; પ્રોટીન બ્રાન્ડ ફિટફીસ્ટ બની કરોડોની કંપની

આ પણ વાંચો:FSSAI નો મોટો નિર્ણય; ખાંડ અને ફેટવાળા પેકેડ ફૂડ પર લાગશે લાલ રંગનો સ્ટૉપ સાઇન ચેતવણી લેબલ